21મી જૂલાઈએ યોજાનારી જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આ વખતે એનસીપીએ પણ નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. શંકરસિંહ વાઘેલાના ગુજરાત એનસીપીના પ્રમુખ બનતાની સાથે જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે ફરી એક વાર બાપુની આ ચૂંટણીમાં પરીક્ષા થવાની છે.
એનસીપીના પ્રવક્તા અને જૂનાગઢના ચૂંટણી પ્રભારી રેશ્મા પટેલે એનસીપીનું લિસ્ટ જારી કર્યું છે. તેમણે કહ્યું કે જૂનાગઢમાં એનસીપી તમામ 28 સીટો પર ચૂંટણી લડશે. એનસીપીના ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે અને વોર્ડ વાઈઝ મીટીંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.