લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસમાં રાજીનામાની વણઝાર લાગી ગઈ છે. મુંબઈ કોંગ્રેસના પ્રમુખ મિલિંદ દેવરાએ રવિવારે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આગામી મહારષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવવાનું સૂચન કર્યું છે જે મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું નેતૃત્વ કરશે.
મિલિંદ દેવરા માટે એવું કહેવાય છે કે તેઓ દિલ્હી આવી રહ્યા છે અને મોટી જવાબદારી સંભાળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં હાલ કોંગ્રેસ સામે ભાજપ-શિવસેના આઘાડી જેવી પાર્ટીઓનું ગઠબંધન હરીફ તરીકે છે. આ ગઠબંધન ઉત્તરોઉત્તર મજબૂત થતું જાય છે. જ્યારે કોંગ્રેસ કમજોર થતી જાય છે. વિધાનસભાની ભાવિ ચૂંટણીને જોતાં કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.