દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટીંગ, ઉમરગામમાં 13 ઈંચ વરસાદ, દમણગંગા બે કાંઠે વહી

વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટીંગે આખા જિલ્લાને ઘમરોળી નાંખ્યો છે, ઉમરગામ, વલસાડ, વાપી પારડી, કપરાડા ભારે વરસાદને કારણે જળબંબાકાર થઇ ગયા હતા, હાઇવે પર પાણી ભરાવાને કારણે રવિવારે સવારથી બપોરે સુધી લાંબો જામ લાગ્યો હતો. રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પર અસર પડી હતી. મોટાભાગની ટ્રેન 2થી 3 કલાક મોડી ચાલતી હતી. મધુવન ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં પૂર આવતા અનેક ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વલસાડ જિલ્લાના વાંકલ ગામ નજીક વણજાર ખાડી પરનો એક બાંધકામ હેઠળનો પૂલ તૂટી પડ્યો અનેક નદીઓ ગાંડીતુર બની હતી. નવસારી જિલ્લામાં ગણદેવી, ચીખલી, ખેરગામ,વાસંદામાં પણ ભારે વરસાદ હતો. ખેરગામમાં 10 ઇંચ વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લામાં વઘઇમાં 5 ઇંચ વરસાદ પડયો હતો. વલસાડ જિલ્લાા ઉમરગામમાં 13 ઇંચ, વાપી 11 ઇંચ, કપરાડા 11 ઇંચ, વલસાડ 8 ઇંચ, ધરમપુર- પારડી 7-7 ઇંચ વરસાદ પડયો હતો.

ભારે વરસાદને પગલે વલસાડ,વાપી,પારડી ઉમરગામ કપરાડા તેમજ સંઘપ્રદેશ દમણ-સેલવાસના   ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો. વાપીના ગુંજન વિસ્તાર, વાપી નવો રેલવે અન્ડરબ્રીજ, વાપી ચણોદ, વાપી જલારામ મંદિર, ચલા મુકતાનંદ માર્ગ તેમજ વલસાડ છીપવાડ કપરાડા અંતરિયાળ વિસ્તરોમાં પાણી ભરાતા સૌ કોઈ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં મધુડેમ ભયજનક સપાટીએ પહોંચતાના સાત દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા કાંઠા વિસ્તારના ગામોને તંત્રએ એલર્ટ જાહેર કર્યા છે જયારે ઉમરગામ તાલુકા ના મોહનગામ ફાટક ને.હા.48 ઉપર વાપી થી મુંબઇ તરફ જતા માર્ગ પર રવિવાર ના રોજ વરસાદી પાણી વહેતા થયા હતા.જેના લીધે વાહનો ને એક ટ્રેક પરથી પસાર કરાતા વાહનો ની લાંબી કતારો લાગી હતી.