કોંગ્રેસના મહત્વના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કરી ભાજપને વોટ આપ્યાની ગણતરીની મીનીટોમાં અલ્પેસ ઠાકોરે ધારાસભ્ય પદ છોડી દીધું છે. આ ઘટનાના પરિણામે રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સામે હવે ખુદ ઠાકોર સમાજના લોકોએ દેખાવ કર્યા હતા અને વિરોધ કર્યો હતો.
રાધનપુર વિધાનસભામાંથી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના નિશાન પર વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસમાં ન ફાવતા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યાની અટકળો ચાલી રહી છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા તે પહેલાં રાધનપુરમાં વિરોધ શરૂ થઈ ગયો છે. મહિલા અને પુરુષોએ અલ્પેશ વિરુદ્વ બેનર અને સૂત્રો પોકારી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અલ્પેશના પૂતળાનું દહન કર્યું હતું.