શ્રીલંકા સામેની મેચમાં રોહિત શર્માએ 51 રન કરતાં જ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો હતો. રોહિત શર્માએ નબંર વનનો તાજ બાંગ્લાદેશના શાકીબુલ હસન પાસેથી ઝૂંટવી લીધો છે. હવે નંબર વનનો તાજ રોહિત શર્મા પાસે આવી ગયો છે.
ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અને ઓપનર રોહિત શર્મા માટે હાલનો વર્લ્ડકપ જારદાર રહ્યો છે. અત્યાર સુધી તેણે રમેલી 7 મેચમાં તેણે 90થી વધુની ઍવરેજે ૫૪૪ રન બનાવ્યા છે અને આ દરમિયાન તેણે ચાર સદી પણ ફટકારી છે. ભારતીય ટીમ આવતીકાલે શનિવારે અહીં પોતાની અંતિમ લીગ રાઉન્ડ મેચ રમવા માટે શ્રીલંકા સામે મેદાને ઉતરશે ત્યારે રોહિત શર્માની નજર ત્રણ મોટા રેકોર્ડ પર હશે, જેમાંથી બે રેકોર્ડ તે આ મેચમાં કરી શકે છે જ્યારે બાકીનો વર્લ્ડકપમાં સર્વાધિક રનનો રેકોર્ડ તે સેમી ફાઇનલ સુધીમાં પોતાના નામે કરી શકે છે.
રોહિતે વર્લ્ડ કપમાં સર્વાધિક ચાર સદી ફટકારવાના કુમાર સંગાકારાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે ત્યારે જો તે શનિવારે શ્રીલંકા સામેની મેચમાં સદી ફટકારશે તો ઍક જ વર્લ્ડકપમાં પાંચ સદી ફટકારવાનો રેકોર્ડ તે પોતાના નામે કરશે. રોહિતે હાલના વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે સદી ફટકારી છે. આ સિવાય બીજા રેકોર્ડ છે ઍક વર્લ્ડ કપના લીગ રાઉન્ડમાં સર્વાધિક રનનો. આ રેકોર્ડ ભારતના સચિન તેંદુલકરના નામે છે જે તેણે 2003ના વર્લ્ડકપમાં બનાવ્યો હતો. સચિને 2003ના વર્લ્ડકપમાં ગ્રુપ સ્ટેજમાં 9 મેચમાં 65.11ની ઍવરેજે 586 રન બનાવ્યા હતા. રોહિતના નામે હાલના વર્લ્ડ કપમાં 7 ઇનિંગમાં 90.66ની ઍવરેજે 544 રન બનાવ્યા છે. રોહિતને સચિનનો આ રેકોર્ડ તોડવા માટે માત્ર 43 રનની જરૂર છે. આ રેસમાં શાકિબ અલ હસન, ડેવિડ વોર્નર અને ઍરોન ફિન્ચ પણ તેની પાછળ જ છે. શાકિબને ૪૫, વોર્નરને 71 રન તો ફિન્ચને 83 રન ખુટે છે.
ત્રીજા જે રેકોર્ડ છે તે રોહિત સેમી ફાઇનલ મેચ સુધીમાં પુરો કરી શકે છે. ઍ રેકોર્ડ છે ઍક જ વર્લ્ડકપમાં સર્વાધિક રન કરવાનો. આ રેકોર્ડ પણ સચિન તેંદુલકરના નામે છે જે તેણે 2003ના વર્લ્ડકપમાં બનાવ્યો હતો. ઍ વર્લ્ડકપમાં સચિને 11 ઇનિંગમાં 61.18ની ઍવરેજે કુલ મળીને 673 રન બનાવ્યા હતા. રોહિત શર્મા હાલ 544 રન ધરાવે છે. જો તે શ્રીલંકા સામેની મેચમાં 130 રન બનાવી લેશે તો ઍક સાથે ત્રણેય રેકોર્ડ તેના નામે નોંધાઇ જશે.