દુબઈના શાસકની છઠ્ઠી પત્ની કોની જોડે ભાગી ગઈ છે? જાણીને આંખો થઈ જશે પહોળી

દુનિયાના માલેતુજાર લોકોમાં ગણના પામતા અને દુબઈના શાસક શેખ મહોમ્મદ બિન રાશીદ અલ મખ્તુમની પત્ની રાજકુમારી હયા બિન્તે અલ હુસૈન બ્રિટીશ બોડી ગાર્ડ સાથે ભાગી ગઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે શુક્રવારે આ જાણકારી હાંસલ થઈ હતી. બ્રિટીશ અખબાર ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે પ્રિન્સ રાશીદની છઠ્ઠી પત્ની રાજકુમારી હયા બ્રિટીશ બોડીગાર્ડ સાથે ભાગી ગઈ છે અને હાલ તે લંડનમાં શાનદાર લાઈફ જીવી રહી છે.

રાજકુમારી હયાએ બ્રિટનમાં રાજકીય શરણ લેવાની પણ તૈયારી કરી છે. આ ઉપરાંત હયા પ્રિન્સ રાશીદ સાથે તલાક લેવાની અરજીની તૈયારી પણ કરી રહી છે. બન્નેના લગ્નમાં બે દેશોના રાજનીતિક સંબંધો પણ જોડાયેલા રહ્યા હતા. પાછલા અઠવાડિયે રાજકુમારી હયા 271 કરોડ રૂપિયા અને બે બાળકો સાથે દુબઈથી ફરાર થઈ ગઈ હતી.

હયા જર્મની થઈને લંડન પહોંચી હતી અને ત્યાં બર્કીંગહામ પેલેસ ગાર્ડન્સમાં એક ભવ્ય બંગલો પણ ખરીદ્યો છે. આ બંગલાની કિમત અંદાજે 100 કરોડ આંકવામાં આવી રહી છે. બર્કીંગહામ પેલેસ ગાર્ડન્સ એવો વિસ્તાર છે જ્યાં દુનિયાના સૌથી મોંઘા ઘર છે. પતિ-પત્ની વચ્ચે તકરારની ખબર ત્યારે બહાર આવી હતી કે જ્યારે પ્રિન્સના દિકરી લતીફાએ દેશમાંથી ભાગવાની કોશીશ કરી હતી, આ ઘટના એક વર્ષ પહેલાની છે. ત્યાર બાદ રાજકુમારી હયા અને પ્રિન્સ વચ્ચે ઘર્ષણ વઘ્યું હતું અને સંબંધો તનાવપૂર્ણ થઈ ગયા હતા.

69 વર્ષીય પ્રિન્સ રાશીદ એક કવિ પણ છે. રાજકુમારી હયાની બેવફાઈ પર તેમણે અરબીમાં કવિતા પણ લખી હતી અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. કવિતાનું શિર્ષક હતું યૂ લિવ્ડ એન્ડ યૂ ડાઈડ. તેમણે કવિતામાં લખ્યું હતું કે મારા જીવનમાં હવે તારું કોઈ સ્થાન નથી. હવે મને કોઈ ફરક પડતો નથી તું જીવે છે કે મરી ગઈ છે. પ્રિન્સની સાત પત્નીઓ છે અને કુલ મળીને 23 બાળકો છે.