મલાઈકા અરોરા અને અર્જુન કપુર હવે અફેર્સ અંગે ઓપનલી બોલતા થઈ ગયા છે. બન્ને તાજેતરમાં જ ન્યૂયોર્ક ખાતે વેકેશન માણવા ગયા હતા અને આ દરમિયાન બન્નેના ફોટો સોશિયલ મીડિયામાં ખાસ્સા વાયરલ પણ થયા હતા. જોકે, બન્ને પ્રેમી પંખીડા જાહેરમાં એકબીજાના ફોટો શેર કરતા થઈ ગયા છે. બન્નેના લગ્નની અટકળો પણ ચાલી રહી છે.
જોકે, અર્જુ કપુરે હવે લગ્નની વાતોને લઈ મૌન તોડ્યું છે. અર્જુને ફિલ્મ ફેર મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં મલાઈકા સાથે લગ્નને લઈ કહ્યં કે હાલ લગ્નનો કોઈ ઈરાદો નથી. મલાઈકા સાથે લગ્ન કરવાનો હમણા કોઈ વિચાર નથી. મલાઈખા અને હું અત્યારે કપલ હોવાના કન્ફર્ટને એન્જોય કરી રહ્યા છે. અમે બન્નેએ હજુ વધુ સરળ અને અનુકુળ થવાની જરૂર છે. લગ્નના દબાણને મગજ પર હાવી થવા દેવા માંગતા નથી.
અર્જુને કહ્યું કે ક્યારે-ક્યારે માત્ર રિલેશનશીપમાં રહીને પણ રિલેશનને એન્જોય કરી શકાય છે. તમને રિલેશનને જીવવું પડે છે. લોકોના કહેવા પ્રમાણે રિલેશનશીપને આગળ વધારવાની જરૂર જ નથી. અમે બન્ને એકબીજા સાથે બહુ જ કન્ફર્ટેબલ છીએ.
તો તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુમાં મલાઈકાએ પણ કહ્યું હતું કે તે અર્જુન કપુરની કઈ વાતને લઈ એટ્રેક્ટ છે. મલાઈકાએ કહ્યું હતું કે જે માણસ તમારા માટે એમ સમજી લે કે તેના માટે કશુંક કરવું મુશ્કેલ છે તો વિશેષ જાણકારી હાંસલ થઈ થતી નથી. અર્જુન મને બહુ સારી રીતે સમજી શકે છે. અર્જુન મને હંસાવે છે અને મને સંપૂર્ણ રીતે જાણે છે. આ વાત મને અર્જુનમાં સારી લાગે છે અને મને એટ્રેક્ટ પણ કરે છે.