બજેટ-2019: નાણામંત્રી નિર્મલા સીતારમણનું એલાન, ત્રણ કરોડ દુકાનદારોને મળશે પેન્શન

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2019નું સામાન્ય બજેટ રજૂ ક્યું હતું. બજેટ રજૂ કરતા તેમણે કહ્યું કે નાના દુકાનદારોને એટલે દોઢ કરોડ રૂપિયા સુધીનું વેપાર કરતા દેશના ત્રણ કરોડ દુકાનદારોને પ્રધાનમંત્રી કર્મયોગી માનધન પેન્શનની યોજના લાવવામાં આવશે. હવે દુકાનદારોને પેન્શન પણ આપવામાં આવશે.

નાણા મંત્રીએ એલાન કરતાં કહ્યું કે નાના દુકાનદારોને પેન્શન આપવામાં આવશે. માત્ર 59 મીનીટમીં તમામ દુકાનદારોને લોન આપવાની પણ યોજના છે. આનો લાભે ત્રણ કરોડ દુકાનદારોને મળશે.

નાણા મંત્રીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2019-20 રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વૃદ્વિને લઈ લોકોએ સરકાર પર વિશ્વાસ મૂક્યો છે. ભારતીય અર્થ વ્યવસ્થા ત્રણ હજાર અબજ ડોલર સુધી પહોંચી જશે. પાંચ વર્ષ પહેલાં અર્થવ્યવસ્થાનું કદ 1,850 અબજ ડોલર હતું. હવે આ કદ 2,700 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. આવનાર કેટલાક વર્ષોમાં અર્થ વ્યવસ્થાનું કદ પાંચ હજા ડોલર સુધી પહોંચી જવાનું છે. દરેક ઘરમાં વીજળી આપવાનું લક્ષ્ય છે.