મોદી સરકારનું બજેટ: 10 પોઈન્ટમાં વાંચો દેશના વિકાસનો નક્શો, આ છે સરકારની બ્લ્યૂ પ્રિન્ટ

નાણા મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારની બીજી ટર્મ માટેનું પ્રથમ બજેટ સંસદમાં રજૂ કર્યું. બજેટમાં તેમણે આવનારા દસ વર્ષ માટેની બ્લ્યૂ પ્રિન્ટ દેશની સમક્ષ મૂકી હતી. તેમણે કહ્યું કે આવનાર કેટલાક વર્ષોમાં અર્થવ્યવસ્થા પાંચ ટ્રીલિયન ડોલર સુધી પહોંચી જશે. નાણામંત્રીએ પ્રદુષણ મૂક્ત ભારત, આરોગ્ય, પાણી, અતરિક્ષ કાર્યક્રમ, ચંદ્રયાન, ગગનયાસ જેના વિકાસના 10 પોઈન્ટ ગણાવ્યા હતા.

આ રહ્યા 10 પોઈન્ટ

1-નાણા મંત્રીએ કહ્યું કે સરકારનું લક્ષ્ય રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનું છે. સરકારનું લક્ષ્ય દરિયાઈ માર્ગોને વધારવાનું છે. આ ઉપરાંત વન નેશન, વરન ગ્રીન માટે પણ સરકાર આગળ વધી રહી છે.

2-સરકાર રેલવેમાં ખાનગી ભાગીદારી પર ભાર મૂકી રહી છે. રેલવેના વિકાસ માટે પીપીપી મોડલ લાગુ કરવામાં આવશે. રેલવેના વિકાસ માટે 50 લાખ કરોડના રોકાણની જરૂરિયાત છે.

3-સરકાર દ્વારા નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડનું એલાન  કરવામાં આવ્યું છે. આ કાર્ડ મારફત બસ ટીકીટ, પાર્કીંગ ચાર્જ, રેલ ટીકીટ એમ બઘું જ એક સાથે કરી શકાશે. આ સાથે જ સરકારે MRO ફોર્મ્યુલાના અમલની વાત કરી છે. આમાં મેન્યુફેક્ચરીંગ, રિપેર અ ઓપરેટ જેવી સિસ્ટમને લાગુ કરવામાં આવશે.

4-નાના દુકાનદારાને પેન્શન આપવામાં આવશે. માત્ર 59મીનીટમાં નાના દુકાનદારોને લોન આપવાની પણ યોજના છે. ત્રણ કરોડ જેટલા દુકાનદારોને આનો લાભા મળશે. સરકાર દરેકના ઘર આપવાની યોજના પર કામ કરી રહી છે.

5-નાણા મંત્રીએ કહ્યું કે વારાણસીથી હલ્દીયા સુધીના જળ માર્ગને 2020 સુધી પૂર્ણ કરવામાં આવશે. નેશનલ હાઈવે ગ્રીડ સરકારની પ્રાથમિક્તા છે. દેશમાં એક જ ગ્રીડ મારફત વીજળી પહોંચાડવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે.આના કારણે લાલિયાવાડીને કાબૂમા કરી શકાશે.

7- મેક ઈન ઈન્ડીયા દ્વારા સ્વદેશી તરફ આગળ વધવામાં આવશે. સરાકર દેશને આધુનિક બનાવી રહી છે. 657 કિ.મી મેટ્રો રેલ ચાલુ કરી દેવામાં આવી છે અને 300 કિ.મી નવા મેટ્રો પ્રોજેક્ટને મંજુરી આપવામાં આવી છે. આવનાર સમયમાં જળ માર્ગને શરુ કરવાનો વિચાર છે. ઈલેક્ટ્રોનિક ગાડીઓને પ્રોત્સાહન આપવામાં આવશે અને લાયસન્સ તથા ક્વોટા રાજના દિવસો દુર કરાશે.

7-નિર્મલા સીતારમણે કહ્યું કે પ્રધાન મંત્રી આવાસ યોજનામાં દરેક પરિવારને મકાન આપવાનું લક્ષ્ય છે. એવિએસ સેક્ટર, મીડિયા, એનિમેશન અને ઈન્સશ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઈ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. રેલવેમાં પીપીપી યોજના હેઠળ કામ કરવામાં આવશે.

8-નાણામંત્રીએ કહ્યું કે પીએમ મોદી સરકાર પરફોર્મીંગ સરકાર છે. 2014થી 2019 સુધી કેન્દ્ર અને રાજ્યોના સંબંધોને નવી ક્ષિતિજ ખોલી છે. ગરીબ મહિલાઓના ઘરોમાં ગેસના સિલિન્ડર પહોંચાડ્યા છે. ખેડુતોની ચિંતા કરવામાં આવી છે. અંતરિક્ષ કાર્યક્રમ, બ્લ્યૂ ઈકોનોમી, પાણી પુરવઠા, સ્વસ્થ સમાજ અને નાગરિક સુવિધા જેવા મુદ્દા પર સરકારનું ફોક્સ હશે.

9-નાણા મંત્રીએ કહ્યું કે મહાત્મા ગાંધીનો વિચાર હતો કે આત્મા ગામમાં વસે છે. સરકારે અંત્યોદયની તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છ. 2022 સુધીમાં દરેક ગામમાં વીજળી પહોંચી જશે. ઉજ્જવલા યોજવા અને સૌભાગ્ય યોજના મારફત દેશનું ભવિષ્ય બદલી શકાય છે.

10-નિર્મલા સીતારમણે કહ્યું કે 100 નવા કલસ્ટર બનાવાશે. 20 પ્રાદ્યોગિક બિઝનેસ ઈન્ક્યૂબિટર સ્થાપિત કરવામાં આવશે. આના માધ્યમથી 20 હજાર સ્કીલની વ્યવસ્થા ઉભી કરાશે. 10 હજાર ખેડુત ઉત્પાદક સંઘ બનાવાશે. દાળના મામલે દેશને આત્મનિર્ભર બનાવવાનું છે. સરકારનું લક્ષ્ય આયાત ઓછી કરવાનું છે. સાથે જ ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવશે. અન્નદાતા હવે ઉર્જા દાતા બનશે,