બજેટ-2019: નાણામંત્રીની આ જાહેરાતથી પેટ્રોલ-ડીઝલ અને સોનું થશે મોંઘું

 નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે ક્રુડ ઓઈલ અને સોના પરની એક્સાઈઝ ડ્યુટી વધારવામાં આવી હોવાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે સોના પરની એક્સાઈઝ ડ્યુટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવાનો પ્રસ્તાવ છે. આના કારણે સોનાની કિંમતમાં વધારો થશે. સોનાની સાથે જ પેટ્રોલ-ડીઝલ પણ એક રૂપિયો મોંધું થશે.

નાણામંત્રીએ જણાવ્યું કે સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક રૂપિયા પ્રતિ લીટરના હિસાબે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઈન્ફાસ્ટ્રકચર સેસ વધાર્યો છે. આ સેસના કારણે પેટ્રોલ અને ડીઝલ એક રૂપિયા પ્રતિ લીટરના હિસાબે મોંધા થઈ જશે.

પાંચમી જુલાઈએ દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 34,300 પ્રતિ 10 ગ્રામ છે પણ એક્સાઈઝ ડ્યુટી વધવાના કારણે 700 રૂપિયા પ્રતિ 10 ગ્રામના મોંધું થઈ જશે.