બજેટ-2019: શું સસ્તું થયું અને શું મોંધું થયું? જાણો

નાણા મંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2019-20માં સમાજના દરેક હિસ્સા માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ ઘોષણાઓમાં વન નેશન વન ગ્રીડ, જ્ઞાન સ્કીમ, નવી એજ્યુકેશન પોલિસી, પ્રધાનમંત્રી કર્મયોગી માનધન અને સ્ટડી ઇન ઈન્ડિયા જેવી યોજનાઓ પ્રમુખ છે. જોકે, સામાન્ય લોકોનું ધ્યાન એ વાત પર હોય છે કે આ બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું.

શું મોંઘું થયું?

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્‌યૂટી એક રૂપિયા વધારી દેવામાં આવી છે, જેનાથી બંનેના ભાવમાં ૧ રૂપિયાનો વધારો થઈ શકે છે.

સોના પર કસ્ટમ ડ્‌યૂટી 10થી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવી છે.

એટીએમથી પૈસા ઉપાડવા,પેમેન્ટ એપ ઉપયોગ કરવી મોંઘી થશે.

મેક ઇન ઈન્ડિયાને પ્રમોટ કરવા માટે કેટલીક પ્રોડક્ટ્‌સ પર કસ્ટમ ડ્‌યૂટીમાં વધારો કરવામાં આવશે.

કાજૂ મોંઘા થયા છે.

વિદેશી પુસ્તકો પર પાંચ ટકા ટેક્સ લાગશે.

ઑટો પાર્ટસ, સિંથેટિક રબર, માર્બલ, પીવીસી, ટાઇલ્સ પણ મોંઘી થઇ જશે.

ઓપ્ટિકલ ફાયબર, સ્ટેનલેસ ઉત્પાદન, મેટલ ફિટિંગ, ફ્રેમ અને સામાન, એસી, લાઉડસ્પીકર, વીડિયો રેકોર્ડર, સીસીટીવી કેમેરા, વાહનના હૉર્ન, સિગરેટ સહિતની વસ્તુઓ મોંઘી થઇ છે.

શું સસ્તું થયું?

ડિફેન્સ ઉપકરણ ઇમ્પોર્ટ પર કસ્ટમ ડ્‌યૂટી હટી.

નિયત કરેલી ઇલેક્ટ્રોનિક આઇટમ પર કસ્ટમ ડ્‌યૂટી હટી.

હોમ લોન,ઇ-વ્હિકલ સસ્તા થયા છે જ્યારે હોમ લોન પણ સસ્તી થઇ છે.

સાબુ, શેમ્પુ, માથાનું તેલ, ટૂથપેસ્ટ, ડિટર્જન્ટ, વીજળીના ઘરેલૂ સામાન જેવા કે પંખા, લેમ્પ, બેગ, સેનિટરી વેયર, બોટલ, કન્ટેનર, રસોઇમાં ઉપયોગમાં લેવાતા સામાન(વાસણ), ગાદલુ, તકિયો, ચશ્માને ફ્રેમ, વાંસનું ફર્નિચર, પાસ્તા, મયોનેઝ, અગરબત્તી, મીઠું, નારિયેળ, સેનેટરી નેપકિન, ઊન અને ઊનના દોરા સસ્તા થયા છે.