ઉત્તરપ્રદેશમાં ગુનાહિત માનસિક્તા ધરાવતા ગુનેગારોના હોસલા બુલંદ થઈ રહ્યા છે. દિલ્હી, ઝારખંડ અને બિહાર બાદ હવે યુપીના કાનપુરમાં મુસ્લિમ યુવાનને જય શ્રીરામ નહીં બોલવા પર માર મારવામાં આવ્યો હતો. યુવાન પર ઈંટથી હુમલો કરાયો અને ત્યાર બાદ તેને છોડીને હુમલાખોરો ભાગી ગયા હતા.
હકીકત એવી છે કે આતીબ નામનો રિક્ષા ચાલક બુધવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે અચાનક બાકરગંજ ચાર રસ્તા પર ખટીકાના મહોલ્લામાં રહેલાત સુમિત, રાજેશ અને શિવા રીક્ષામાં આવીને બેસી ગયા અને ચાર રોડના સર્કલ સુધી છોડી જવાનું કહ્યું. ત્યાર બાદ ત્રણેયને લઈ આતીબ ચાર રોડ સર્કલના બદલે રીક્ષાને ખટીકાના લઈ ગયા હતા.
ખટીકાના પહોંચ્યા બાદ ત્રણેયએ રૂપિયા ન હોવાનું જણાવી રીક્ષા ચાલક સાથે ગાળાગાળી કરી હતી. ઉગ્રતા થયા બાદ ત્રણેયે આતીબ સાથે ટપાટપી કરી જય શ્રીરામ બોલાવનું કહ્યું. આતીબને નારો બોલવા મજબૂર કરાયો. તેનો વિરોધ કરવામાં આવતા આતીબને ઢોર માર માર્યો હતો અને ત્યાર બાદ તેને જાજરૂમાં બંધ કરી દેવામાં આવ્યો હતો.
આટલું ઓછું હોય તેમ ત્રણેયે રીક્ષા ચાલકના માથા પર ઈંટ અને પથ્થરથી હુમલો કર્યો, જેના કારણે તે ગંભીર રીતે ઈજા પામ્યો હતો. આતીબે બૂમાબૂમ કરી તો તેને ઢોર માર મારી ત્રણેય ભાગી ગયા હતા.
ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. રીક્ષા ચાલકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રીક્ષાચાલકને માર મરાતા લોકોએ મોડી રાત્રે હોસ્પિટલ ખાતે હંગામો કર્યો હતો જેને ળઈ એસેશપી અનંત દવેએ યુવકના પરિવાર સાથે વાતચીત કરી હતી અને રોષે ભરાયેલા લોકોને શાંતિ રાખવા અપીલ કરી હતી.
રીક્ષા ચાલકના પરિવારજનોનું કહેવું છે કે હુમલાખોરોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. આ અંગે એસએસપી દવેએ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી અને તપાસ શરૂ કરી હતી.
જણાવી દઈએ કે તાજેતરમાં જ ઝારખંડમાં તબરેઝ અન્સારી નામના યુવાનની ટોળાએ ચોરીના આરોપમાં પકડી જય શ્રીરામ અને જય હનુમાન બોલવાનું કહી માર મારી હત્યા કરી નાંખી હતી.