ઈકોનોમિક સરવે: વિકાસ દર રહેશે 7 ટકા, પેટ્રોલ-ડીઝલના ભાવ કન્ટ્રોલમાં રહેશે, મહત્વના 10 પોઈન્ટ જાણો

મોદી સરકારે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2019-20 માટે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણામૂર્તિ સુબ્રમણ્યમે આ સરવે તૈયાર કર્યો છે. સરવેમાં ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવાના સૂચન આપવામાં આવ્યા છે.

આર્થિક સર્વેક્ષણના મહત્વના 10 પોઈન્ટ

જીડીપીનો વૃદ્વિદર સાત ટકા રહેવાની સંભાવના છે. પાછલા નાણાકીય વર્ષમાં જીડીપીનો વુદ્વિદર 6.8 ટકા હતો.

હવે પછીના નાણાકીય વર્ષ માટે રોકાણ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ક્રુડ ઓઈલના ભાવમાં પણ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

2018થી જ ગ્રામીણ વિકાસે ઝડપી ગતિ કરી છે. માંગ વધવાથી રોકાણમાં તેજી આવશે.

પાછલા પાંચ વર્ષમાં જીડીપીનો દર સરેરાશ 7.5 ટકા રહ્યો હતો.

વૈશ્વિક વ્યપારના સ્તરે નિકાસ પર અસર પડશે.

નાણાકીય વર્ષ 2025 સુધીમા વિકાસ દર  આઠ ટકા જાળવી રાખવાની આવશ્યક્તા

NBFC ક્ષેત્રમાં દબાણના કારણે વિકાસ દર પર અસર, 2020માં અનેક આર્થિક પડકારો રહેશે

ધીમો વિકાસ દર, જીએસટી, કૃષિ યોજનાની અર્થ વ્યવસ્થા પર અસર

નાણાકીય વર્ષ 2018-19માં હોમ પ્રોડક્ટ્સનો જીડીપી દર પાંચ વર્ષના ન્યૂનતમ સ્તરે એટલે કે 6.8 ટકા રહ્યો હતો.

2018-19માં સરકારી ખાદ્ય 5.8 ટકા રહેવાનો અનુમાન છે જ્યારે સંશોધિત બજેટનું અનુમાન 3.4 ટકા રહ્યો હતો.