વિરાટ કોહલીને 87 વર્ષના પટેલ દાદીએ આપ્યા આશિર્વાદ, 1983માં પણ ‘દાદી મા’ હતા હાજર

ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીને મંગળવારે બાંગ્લાદેશને હરાવ્યા બાદ દાદી મા તરફથી આશિર્વાદ મળ્યા. ઈન્ડીયન ગાન્ડ મધરને લઈ સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થયા. એજબેસ્ટનમાં બાંગ્લાદેશ વિરુદ્વના મહત્વની મેચને જોવા માટે 87 વર્ષના વયોવૃદ્વ મહિલા પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા. મેચને લઈ તેઓ ઉત્સાહિત જોવા મળ્યા. બુઝુર્ગ મહિલાએ પોતાના ગાલો પર તિરંગાની પેઈન્ટીંગ પણ ચિત્રાવ્યું હતું. મેચ દરમિયાન ટીવી કેમેરે વારંવાર તેમને બતાવી રહ્યા હતા.

દાદી માને મળવા માટે વિરાટ કોહલી મેચ પૂર્ણ થયા બાદ પહોંચ્યો હતો. ત્યાર બાદ કોહલીએ દાદી મા સાથેના ફોટો પણ ટવિટર પર શેર કર્યા હતા.

વિરાટે ટવિટ કરીને કહ્યું કે તમામ દર્શકોનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને 87 વર્ષીય ચારુલતા પટેલજીનો. 87 વર્ષની ઉંમરે સૌથી ઉત્સાહિત દર્શક તરીકે જોવા મળ્યા. વિરાટે લખ્યું કે ઉંમર માત્ર એક આંકડો છે. જ્યારે પૈશન ઝડપથી વધે છે ત્યારે છલકાય છે. વિરાટે દાદી મા પાસેથી આગલી મેચ માટે આશિર્વાદ માંગ્યા. દાદી મા સાથેનો વીડિયો પણ વિરાટે ટવિટર મૂક્યો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે 87 વર્ષના ચારુલતા પટેલ પાછલા કેટલાય દાયકાથી મેચ જોતા આવ્યા છે. તેમણે કહ્યું કે 1983ના વર્લ્ડ કપ દરમિયાન પણ તે હાજર હતા. 1983માં ભારતે કપિલ દેવના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીત્યો હતો. દાદી માએ કહ્યું કે આ વખતે ભારત ફરી એક વાર વર્લ્ડ કપ જીતશે. ભગવાનને પ્રાર્થના કરશે કે આ વખતે ભારત ચેમ્પિયન બને.