સની દેઓલના PAની નિમણૂંકને લઈ વિવાદ, તો સાંસદે આપ્યો આવો જવાબ

ભાજપમાંથી ટીકીટ મેળવીને સાંસદ બનેલા ફિલ્મ અભિનેતા સની દેઓલે સંસદીય મત વિસ્તાર ગુરુદાસપુરમાં પીએની નિમણૂં રરી છે. રિપોર્ટ પ્રમાણે સની દેઓલના પીએ ગુરપ્રીતસિંહ પલ્હેરી સની દેઓલની ગુરુદાસપુર લોકસભાનું કામકાજ સંભાળશે અને તેમનું પ્રતિનિધત્વ કરશે.

આ મામલે વિપક્ષે સની દેઓલ પર હુમલો કર્યો. ત્યાર બાદ સની દેઓલે આ મામલે ટવિટ કર્યું. સનીએ લખ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, પણ આવું કશું પણ થયું નથી. આમાં આટલો મોટો વિવાદ કરવાની જરૂર નથી. મેં મારો પર્સનલ આસિસ્ટન્ટ નિયુક્ત કર્યો છે, જે ગુરુદાસપુરમાં મારું પ્રતિનિધત્વ કરશે. આ નિયુક્તિ એટલા માટે કરવામાં આવી છે કે હું જ્યારે ગુરુદાસપુરમાંથી નહીં હોઉં તો મારી ઓફીસમાં મારા પ્રતિનિધિ રહેશે અને કોઈ પણ કામ વિલંબ વિના પાર પડે.

સની દેઓલના પીએ મામલે ભારે વિવાદ ઉભો થયો હતો. કોંગ્રેસ અને આપ દ્વારા સની દેઓલની આ અંગે આકરી ટીકા કરવામાં આવી હતી અને કહેવાયું હતુ કે જે સાંસદ પોતાન મત વિસ્તારની દરકાર રાખી શકે નહીં તે કેટલું વ્યાજબી છે.

સનીએ આનો જવાબ આપતા લખ્યું કે મને દરેક પ્રકારની જાણકારી મળતી રહે તેના માટે નિમણૂંક આપવામાં આવી છે. મારી પાસે મારી પાર્ટી છે અને મને પાર્ટીનું સમર્થન મળતું રહેશે. હું લોકોની સેવા કરવા માટે દરેક પ્રકારે પ્રયત્નશીલ રહીશ.