કેન્દ્રીય મંત્રી મંડળે બુધવારે પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ ઈન્ડીયન એરલાઈન્સના ત્રણ મુખ્ય વિમાની મથકોને કોન્ટ્રાક્ટ પર આપવના નિર્ણયને મંજુરી આપી હતી. આ ત્રણ એરપોર્ટમાં અમદાવાદ, લખનૌ અને મેગ્લુરુ એરપોર્ટને કોન્ટ્રાક્ટથી ચલાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ વર્ષની પ્રારંભમાં જ અદાણી જૂથે 59 વર્ષ માટે ત્રણ એરપોર્ટ માટે સૌથી વધુ ભાવ આપી કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો હતો.
અદાણી જૂથે એએઆઈની માલિકી હેઠળના જયપુર, ગુવાહાટી અને તિરુવનંથપુરમ એરપોર્ટનો કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો હતો. એએઆઈએ ટેન્ડર દ્વારા સૌથી વધુ ભાવના આધારે નિર્ણય કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
કેન્દ્ર સરકારના પ્રવક્તા સીતાશું કારએ ટવિટર પર જાણકારી આપતા કહ્યું કેબિનેટે પીપીપી યોજના હેઠળ અમદાવાદ, લખનૌ અને મેંગ્લુરુ એરપોર્ટને કોન્ટ્રાક્ટ પર આપવાના પ્રસ્તાવને મંજુરી આપી છે.