રેપ કેસમાં આદિત્ય પંચોલીને મળી મોટી રાહત, કોર્ટે મંજુર કર્યા આગોતરા જામીન

બોલિવૂડની ટોચની અભિનેત્રી દ્વારા આદિત્ય પંચોલી વિરુદ્વ બળાત્કારની ફરીયાદ દાખલ કરવામાં આવ્યા બાદ ડિંડોશી સેશન્સ કોર્ટે આદિત્ય પંચાલીને આગોતરા જામીન આપી રાહત આપી છે. 19મી જુલાઈ સુધી પંચોલીના જામીન મંજુર કરવામાં આવ્યા છે. આદિત્ય પંચોલીના વકીલ પ્રશાંત પાટીલે આગોતરા જામીનની વાતને સમર્થન આપ્યું હતું. પ્રશાંત પાટીલે કહ્યું કે અદાલતે આગોતરા જામીનની અરજી સ્વીકારી અને આગોતરા જામીન મંજુર પણ કર્યા છે.

પ્રશાંત પાટીલે કોર્ટમાં દલીલ કરી હતી કે જે અભિનેત્રી દ્વારા રેપની ફરીયાદ દાખલ કરવામાં આવી છે તે પંદર વર્ષ સુધી ચૂપ કેમ હતી? અભિનેત્રીની વિરુદ્વ આદિત્ય પંચોલી બદનક્ષીની ફરીયાદ દાખલ કરી છે અને આ ફરીયાદ અંગે અભિનેત્રીને કોર્ટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું તેના આગલા દિવસે રેપની ફરીયાદ દાખલ કરવામાં આવી છે તે સમજી શકાય એમ છે. રેપની ફરીયાદ બદઈરાદા સાથે દાખલ કરવામાં આવી છે.

લાસ્ટ વીકમાં મુંબઈની વર્સોવો પોલીસે આદિત્ય પંચાલી વિરુદ્વ રેપની FIR દાખલ કરી હતી. અને 376, 328, 341, 342, 323 અને 506 મુજબ ગુનો દાખલ કર્યો હતો.

વર્સોવા પોલીસે 12મી મેના રોજ આદિત્ય પંચોલીનું નિવેદન નોંધ્યું હતું અને આદિત્ય પંચોલીએ અભિનેત્રીના વકીલ દ્વારા આપવામાં આવેલી ધમકીનો ઓડિયો ક્લિપ રજૂ કરી હતી. આદિત્ય પંચોલીએ કહ્યું કે મુંબઈ પોલીસને સહયોગ આપવા તૈયાર છે. અભિનેત્રી દ્વારા મૂકવામાં આવેલા આરોપો ખોટા છે.