હરિદ્વાર પાસે નદીમાં સુરતના યુવાનો તણાઈ ગયા હતા. એ પૈકી એક યુવક ફેનિલ ઠક્કરનો મૃતદેહ મળ્યો હતો જયારે બાકી બે યુવાનો જેનીશ ઉર્ફે જિમી પટેલ અને કૃણાલ કોસાડીની શોધખોળ બે દિવસથી સ્થાનિક વહીવટી તંત્ર કરી રહ્યું છે.
આજે નવસારીના સાંસદ સીઆર પાટીલએ ઉત્તરાખંડના ચીફ સેક્રેટરી યુ કે સિંહ, ડીજીપી અનિલ રતીરી, અને એસએસપી જેવા ઉચ્ચ અધિકારી સાથે વાત કરીને સુરતના યુવાનોની શોધખોળમાં વધુ વેગ આપવાની તાકીદ કરી છે. ડીજીપીએ સાંસદ સી આર પાટીલને માહિતી આપી હતી કે આવતીકાલે સવારથી બે ડ્રોન અને સુરતના યુવકોને સાથી રાખીને ફરી શોધખોળ શરુ કરશે.
એસડીઆરએફની ટીમને બોલાવી લેવામાં આવી છે અને જરૂર પડશે તો એનડીઆરએફની ટીમને બોલાવવાનો નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. સાંસદ સી આર પાટીલ આ મુદ્દે ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે