સુરતના પોશ વિસ્તાર એવાં ગૌરવપથ પર પાણી ફરી વળ્યું

સુરતમાં વરસી રહેલા વરસાદના કારણે પોશ વિસ્તાર ગણાતા પલોદ વિસ્તારમાં હાલ પાણી ભરાયા છે. રવિવાર હોવાથી ખૂબ ટ્રાફિકજામ છે. લોકોને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ કેટલાક સમય માટે ગૌરવ પથ અને પીપલોદ તરફથી જવાનું અવોઈડ કરે અને જે લોકો ત્યાં રહે છે તેઓ પોતાના ઘરમાં જ રહે અને  વાહનો લઈ નહીં નીકળે.

સુરતમાં ધમાકેદાર વરસાદની અસર પોશ વિસ્તારમાં ખાસ્સી જોવા મળી રહી છે. ગૌરવ પથ પર પાણી ફરી વળ્યાછે. કેટલાક ફોર વ્હીલ અને બાઈક્સ પાણીમાં ગરક થયેલા જોવા મળી રહ્યા છે.

 મહત્વની વાત એ છે કે ગૌરવ પથ પર ગટર લાઈન કે સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઈનમાં પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના લાશ્કરો હાલ ગૌરવ પથ લોકોને મદદ કરવા તૈનાત થઈ ગયા છે અને પાણીમાંથી ગાડીઓ અને બાઈક્સને બહાર કાઢી તથા લોકોને હેરાનગતિ ન થાય તેના માટે કામગીરીમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે.