સુરત એરપોર્ટ પરથી સ્પાઈસ જેટની ફ્લાઈટ રન-વે પરથી ઉતરી પડી, મુસાફરોનો આબાદ બચાવ

આજે રાત્રે સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. સ્પાઈસ જેટની ફ્લાઈટ રન વે પરથી ઉતરી જતાં તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. તાત્કાલિક ફ્લાઈટમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

સુરતમાં પાછલા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે સુરત એરપોર્ટના રન વે પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત વાદળછાયું વાતાવરણ હોવાના કારણે રનવે પર ધુમ્મસ જમા થઈ ગયું હતું આના કારણે ટેક ઓફ કરવા જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટના પાયલોટથી બેલેન્સ રહ્યું ન હતું અને ફ્લાઈટ રનવે પરથી ઉતરી ગઈ હતી.

ક્રુ મેમ્બર સહિત તમામને બચાવી લેવામાં આવ્યા હતા. મુસાફરોને તાત્કાલિક પ્લેનમાંથી બહાર કાઢીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કોઈને પણ ઈજા પહેંચી ન હતી. મુસાફરો સહિત ક્રુ મેમ્બરોને સલામત રીત પ્લેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ફ્લાઈટ રન વે પરથી ઉતરી જતા એક ક્લાક માટે સુરતના રન વેને બંધ કરવામાં આવ્યો હતો અને દિલ્હી-સુરત અને ગોવા-સુરત ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી.

દિલ્હી સુરત વાયા વડોદરા એર ઇન્ડિયાની ફલાઈટ વડોદરાથીં પરત દિલ્હી જશે અને સુરત આવવા માટે વડોદરાથી બસની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું અધિકારીક સૂત્રોએ જણાવ્યું હતું.