ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આઈસીસી વર્લ્ડ કપમાં રોમાંચક અને નિર્ણાયક મેચ ચાલી રહી છે. ભારતે ટોસ જીતીને બોલીંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડે બેટીંગ કરી નિર્ધારિત 50 ઓવરમાં 337 રનનો ટારેગટ આપ્યો હતો.
ઈંગ્લેન્ડ વતી જેજે રોયએ 66 રન બનાવ્યા હતા. જ્યારે જેએમ બૈરસ્લોવે 109 બોલમાં 111 રના બનાવી પોતાની સદી ફટકારી હતી. આ ઉપરાંત રૂટના 44, મોર્ગન-1, બેન સ્ટોક્સ-79, જ્યોર્જ બટલર-20, અને વોક્સે સાત રન બનાવ્યા હતા. પુલનકેટ-1 અને જેસી આર્ચર નોટ આઉટ રહ્યા હતા.
ભારત વતી બોલીંગમાં ફરી એક વખત મહોમ્મદ શમીનો તરખાટ જોવા મળ્યો હતો. શમીએ 10 ઓવરમાં 69 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે બૂમરાહે 10 ઓવરમાં 44, ચહલે 88, હાર્દિક પંડયાએ 60 અને કુલદીપ યાદવે 72 રન આપ્યા હતા.
પાંચ વિકેટ ઝડપી સૌથી શમી સૌથી સફળ બોલર રહ્યો હતો. ઈંગ્લેન્ડના તોતીંગ ટારગેટને અટકાવવામાં શમીની બોલીંગનો કરિશ્મો કામે આવ્યો હતો. બમરાહ અને ચહલે એક-એક વિકેટ ઝડપી હતી.