દંગલ ક્વિન ઝાયરા વસીમે બોલિવૂડને કહી અલિવદા, આપ્યું ચોંકાવનારું કારણ

રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી બોલિવૂડની અભિનેત્રી ઝાયરા વસીમે એક્ટીંગ ફિલ્ડને છોડવાનો નિર્ણય કરી રવિવારે લાંબી-લચક પોસ્ટ લખી જણાવ્યું કે હું આ કામથી ખૂશ નથી. કારણ કે આ કામ મારા ધર્મના રસ્તે આવી રહ્યું છે. પોતાની ફેસબૂક પર વિસ્તારથી લખેલી પોસ્ટમાં દંગલ ફિલ્મથી લોકપ્રિયતા હાંસલ કરનારી ઝાયરા વસીમે કહ્યું કે તેને લાગ્યું કે ભલે હું અહીંયા સારી રીત ફીટ થઈ જાઉં પણ હું આ જગ્યા માટે બની નથી. પાંચ વર્ષ પહેલાં નિર્ણય કર્યો હતો અને આ નિર્ણયે મારું જીવન બદલી નાંખ્યું. મેં બોલિવૂડમાં પગ મૂક્યા તો મારી લોકપ્રિયતાના દરવાજા ખૂલી ગયા.

તેણે કહ્યું કે હું લોકોનું ધ્યાન કેન્દ્રીત કરી શકી. મને સફળતાના વિચાર સાથે રજૂ કરવામાં આવી. યુવાનોના રોલ મોડેલ તરીકે મારી ઓળખ થવા માંડી. પણ મેં ક્યારેય પણ આવા બનવાની કલ્પના પણ કરી ન હતી. કામથી મળેલી ઓળખથી ખૂશ નથી.

ઝાયરાએ લખ્યું છે કે લાંબા સમય બાદ એવું લાગ્યું કે હું કશું અલગ જ બનવા માટે જન્મી છું. મેં વસ્તુઓને સમજવાની શરૂઆત કરી. બોલિવૂડ મારા માટે નિશ્ચિત રીતે પ્રેમ, સહયોગ અને સરહાના લઈને આવ્યું પણ સાથે જ મને અજ્ઞાનતાના રસ્તે ધકેલી દીધી. કારણ કે હું કોઈક રીતે ઈમાન રસ્તા પરથી ભટકી ગઈ હતી. હું મારા અને ઈમાન વચ્ચે આવી રહેલા માહોલમાં કામ કરી રહી હતી. મારો ધર્મ સાથેનો સંબંધ ખતરામાં પડી ગયો હતો.