અમેરિકાએ ઈરાનની સાથે વધી રહેલા ઘર્ષણની વચ્ચે પહેલીવાર શુક્રવારે કતરમાં રડારથી બચીને નીકળવામાં સક્ષમ એવા F-22 ફાઈટર પ્લનને તૈનાત કરી દીધા છે.
માનવામાં આવે છે કે અમેરિકાના આ પગલા પાછળનું કારણ ઈરાન ફરીથી અમેરિકાના ડ્રોનને તોડી પાડવામાં સફળ ન થાય. ગયા સપ્તાહે ઈરાને અમેરિકન આર્મીના ડ્રોનને તોડી પાડ્યું હતું. અમેરિકાની વાયુ સેનાની મધ્ય એશિયાની વિંગે જણાવ્યું છે કે F-22 ફાઈટર રેપ્ટર સ્ટેલ્થ પ્લેનને અમેરિકાના હિતો અને રક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.
સ્ટેલ્થ પ્લેન રડારની પકડમાંથી બચીને નીકળી જાય છે. કેટલા પ્લેનને કતર મોકલવામાં આવ્યા છે તેનો આંકડો આપવામાં આવ્યો નથી. પણ ફોટોમાં કતરના અલ ઉદીદ એરબેઝ પરથી પાંચ ફાઈટર પ્લેન ઉડતા જોવા મળ્યા હતા.
ઈરાનની સાથે 2005માં થયેલા પરમાણુ કરારથી અમેરિકાના બહાર નીકળી જવાના નિર્ણય બાદ બન્ને દેશો વચ્ચે તંગદિલી વ્યાપેલી છે. અમેરિકાએ ઈરાન પર બીજી વખત પ્રતિબંધ મૂકી દીધો છે.