શંકરસિંહ વાઘેલા પ્રમુખ બનતા NCPની તમામ કમિટીઓનું વિસર્જન

ગુજરાત એનસીપીના પ્રમુખ તરીકે શંરસિંહ વાઘેલાની નિમણૂંકના બે દિવસ બાદ બાપુએ NCPની કાયાપલટ શરૂ કરી દીધી છે. શંકરસિંહ વાઘેલાએ સમગ્ર ગુજરાતની એનસીપીની સમિતિઓનું વિસર્જન કરી નાખ્યું છે.

આ અંગેની માહિતી આપતા NCP ના પ્રવક્તા રેશ્મા પટેલે જણાવ્યું કે NCP ગુજરાતનાં પ્રદેશથી લઇને જિલ્લા, તાલુકા તેમજ દરેક પાંખોનું સંગઠન વિખેરી નાંખી તેનું પુન:ગઠન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કાર્યકારી અધ્યક્ષ બબલદાસ દ્વારા કરાયેલા આ નિર્ણયને હું આવકારુ છું. શંકરસિંહ બાપુનાં અનુભવ અને માર્ગદર્શન હેઠળ NCPની ટીમને મજબૂત બનાવવા તરફ આગળ વધવાનું છે. સાથે સાથે બિન રાજકીય પ્રવૃત્તિઓ સાથે તેમજ અલગ અલગ NGO સાથે જોડાયેલા લોકો તેમજ સમાજ, રાજ્ય અને દેશના હિતમાં કામ કરવા માગતા યુવાનો માટે NCP પોતાના ખુલ્લા છે.