અમેરિકાની ટેક કંપની એપલના ચીફ ડિઝાઇન ઓફિસર જોન આઈવીએ કંપની છોડી રહ્યા છે. તેમને સર જોનાથન આઈવી પણ કહેવામાં આવે છે. એપલની ડિઝાઇનના કારણે તેમને દુનિયાભર ઓળખવામાં આવે છે.
20 વર્ષથી વધુ તેમણે એપલમાં કામ ક્યુ અને iPhone અને iMac સહિત એપલના ઘણા પ્રોડક્ટમા કરવામાં આવેલ ડિઝાઇનના કારણે જાણીતા થયા છે.જોન આઈવીએ એપલ છોડીને કોઇ બીજી કંપની જોઇન્ટ નહી કરે. અને તે તેમની ડિઝાઇનિંગ કંપની બનાવશે જેનુ નામ LoveForm હશે.
સારી વાત તો એ છે કે તેમણે કહ્યુ કે તે એપલ માટે બહારથી જ કામ કરતા રહેશે. અને તે એપલેને તેમના ક્લાઇન્ટ પણ બનાવશે. જોન આઈવી દુનિયાના સૌથી પોપ્યુલર પ્રોડક્ટ ડિઝાઇનર છે.