રાહુલ ગાંધીની વેદના: 120 હોદ્દેદારોએ છોડ્યા હોદ્દા, ગુજરાતના આ નેતાએ આપ્યું રાજીનામું

કોંગ્રેસ પ્રમુખ પદેથી રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસમાં ભારે હંગામો ઉભો થયો છે. કોંગ્રેસમાં રાજીનામાની વણઝાર ચાલી રહી છે. માત્ર શુક્રવારે જ કેટલાય પ્રદેશમાંથી રાજીનામા પડ્યા છે અને તેની સંખ્યા સાંજ સુધીમાં 120 પર પહોંચી ગઈ છે.

લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ રાહુલ ગાંધી રાજીનામના પ્રશ્ને બિલ્કુલ અડગ છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં પોતે રાજીનામું આપ્યું પણ કોઈ પણ મુખ્યમંત્રી, મહાસચિવ અથવા પ્રદેશ પ્રમુખોએ હારની જવાબદારી સ્વીકારી રાજીનામા આપ્યા નથી. પણ હવે કોંગ્રેસમાં રાજીનામાનો વરસાદ શરૂ થઈ ગયો છે.

રાજીનામું આપનારા નેતાઓમાં દિલ્હી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રાજેશ લિલોરીયા પણ સામેલ છે. આ ઉપરાંત હરીયાણાના પ્રદેશ મહિલા પ્રમુખ સુમિત્રા ચૌહાણે પણ રાજીનામું આપી દીધું છે. આ પહેલા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પણ રાજીનામાની ઓફર કરી હતી. જ્યારે એમપીના પ્રભારી દિપક બાબરીયાએ પણ રાજીનામું આપી દીધું છે.

લોકસભાની હાર બાદ રાહુલ ગાંધી પ્રમુખ પદે રહેવા માંગતા નથી. પૂર્વ કેન્દ્રીય મંત્રી વિરપ્પા મોઈલી પણ કહ્યું કે રાહુલ ગાંધીની પ્રમુખ પદે પરત ફરવાની એક ટકા પણ ગુંજાઈશ નથી. 120 હોદ્દેદારોએ હોદ્દા છોડ્યા તેમાં યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસના હોદ્દેદારો સામેલ છે. રિપોર્ટ પ્રમાણે આવનાર દિવસોમાં કોંગ્રેસમાં મોટા પાયા પર રાજીનામાં પડી શકે છે. રાહુલ ગાંધીના સન્માનમાં આ રાજીનામા આપવામાં આવ્યા છે.

લોકસભાની હાર બાદ રાહુલ ગાંધી પ્રમુખ પદે રહેવા માંગતા નથી. પૂર્વ કેન્દ્રીય મંત્રી વિરપ્પા મોઈલી પણ કહ્યું કે રાહુલ ગાંધીની પ્રમુખ પદે પરત ફરવાની એક ટકા પણ ગુંજાઈશ નથી. 120 હોદ્દેદારોએ હોદ્દા છોડ્યા તેમાં યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસના હોદ્દેદારો સામેલ છે. રિપોર્ટ પ્રમાણે આવનાર દિવસોમાં કોંગ્રેસમાં મોટા પાયા પર રાજીનામાં પડી શકે છે. રાહુલ ગાંધીના સન્માનમાં આ રાજીનામ આપવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને એ વાતનું દુખ છે કે મારા રાજીનામા બાદ કોઈ પણ મુખ્યમંત્રી, મહાસચિવ અને પ્રદેશ પ્રમુખોએ હારની જવાબદારી સ્વીકારી રાજીનામા આપ્યા નથી. યુવક કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીના નિવાસની બહાર એકત્ર થયા હતા અને લોહીથી પત્ર લખી રાહુલ ગાંધીને પ્રમુખ પદે ચાલુ રહેવા માટે અપીલ કરી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીએ તમામને ઘરે બોલાવ્યા અને પોતાના મનની વાત કરી હતી.

હજુ સુધી કોંગ્રેસની કેન્દ્રીય સમિતિમાં બેઠેલા એક પણ સિનિયર નેતાઓ રાહુલ ગાંધીના રાજીનામા બાદ પોતાનું રાજીનામું આપ્યું નથી. ગુજરાત કોંગ્રેસમાંથી પણ એકેય રાજીનામું પડ્યું નથી. ગુજરાતમાં કોંગ્રેસે બીજી વાર 26મીથી 26 સીટ ગુમાવી છે. ખાસ કરીને કોંગ્રેસના ચાણક્ય મનાતા અને હાલ ખજાનચી અહેમદ પટેલે પણ હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાની ઓફર પણ કરી નથી.