ટીમ ઈન્ડીયાના બોલર શમીને હસીન જહાને કહ્યો લફંગો, પણ શા માટે?

ICC વર્લ્ડ કપમાં હેટ્રીક લઈને છવાયેલા મહોમ્મદ શમી પર તેની એક વખતની પત્ની હસીન જહાન ફરી વિવાદિત પોસ્ટ કરી છે. ફેસબૂક પર પોસ્ટ લખીને હસીન જહાને શમીનો જાહેરમાં ફજેતો કરી નાંખ્યો છે.

શમીની પત્ની હસીને ફેસબૂક પોસ્ટમાં ટીક ટોક પર મહિલાઓને ફોલો કરવાને લઈ શમી પર વિવાદિત વાતો લખી છે. શમી જે મહિલાઓને ફોલો કરે છે તેમના અકાઉન્ટના સ્ક્રીન શોટ્સ લઈને હસીને શમીને બેશરમ કહ્યો છે. શમી પોતાના ટીક ટોક અકાઉન્ટમાં જે મહિલાઓને ફોલો કરે છે તેમના માટે પણ હસીનની ઈર્ષ્યા ભભૂકેલી જોવા મળી રહી છે.

હસીને લખ્યું છે કે લફંગા શમી અહમદે ટીક ટોક અકાઉન્ટ ખોલ્યું છે. તે 97 લોકોને ફોલો કરે છે, જેમાં 90 મહિલાઓ છે. ખુલ્લો બેશરમ અને લફંગો છે. એક બાળકીનો પિતા થઈને પણ તેને શરમ આવતી નથી. છી…

શમી અને હસીન વચ્ચે પાછલા વર્ષે આઈપીએલ બાદ બગડી ગયું છે. હસીને ડોમેસ્ટીક વાયોલન્સની ફરીયાદ પણ કરી હતી અને શમી પર લગ્નેતર સંબંધોના આરોપ પણ મૂક્યા હતા.

શમી પર તેની પત્નીએ એવા સમયે આરોપ મૂક્યા હતા જ્યારે શમી પોતાની ફિટનેસ પણ યોગ્ય રીતે પુરવાર કરી શકતો ન હતો. તાજેતરમાં શમીની ઘરની બહાર હંગામો કરવા બદલ અમરોહા પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.

એક તરફ શમી ક્રિકેટમાં ઉંચાઈઓ સર કરી રહ્યો છે ત્યારે તેની પર્સનલ લાઈફની મુશ્કેલીઓ હસીન જહાન વધારતી જઈ રહી છે. હસીને એક વખત એવું કહ્યું હતું કે તેને હવે શમીમાં કોઈ રસ રહ્યો નથી. હું લડાઈ ચાલુ રાખીશ.

હસીને ત્યાર બાદ બીજી વાર મોડલીંગ શરૂ કરી દીધું હતું. તેણે કહ્યું હતું કે ત્રણ વર્ષની દિકરીના ભરણ-પોષણ માટે મોડલીંગ કરવું પડી રહ્યું છે. હસીન પ્રોફેશનલ મોડલ રહી છે અને એક વખત તે કોલકાતા નાઈટ રાઈડર્સની ચીયર લીડર પણ હતી. શમી સાથે શાદી કર્યા બાદ તેણે મોડલીંગ છોડી દીધું હતું.