દિવ-દમણ અને સેલવાસ-દાદરા નગર હવેલીના આઈએએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન દમણના પ્રશાસક પ્રફુલ પટેલ સામે ચૂંટણી પંચમાં ફરીયાદ કરનારા કલેક્ટર ગોપીનાથ કન્નન પાસેથી કલેક્ટરનો ચાર્જ પરત લઈ લેવામાં આવતા ભારે હોબાળો થયો છે.
ગોપીનાથ કન્નન અંગે કહેવાય છે કે તેમણે કેરળમા આવેલા પુર દરમિયાન એક સ્વંયસેવક તરીકે ફરજ બજાવી હતી. બાદમાં લોકોને ખબર પડી હતી કે ગોપીનાથ કન્નન આઈએએસ અધિકારી છે અને સંધપ્રદેશના કલેક્ટર છે. કેરળ સરકાર સહિત કેન્દ્ર સરકારે તેમની કામગીરીની નોંધ લીધી હતી.
પરંતુ સંઘ પ્રદેશમાં પ્રશાસક તરીકે પોલિટીકલ નિમણૂંક થયા બાદ આ પ્રદેશમા વારે-છાશવારે વિવાદો સામે આવી રહ્યા છે. ગોપીનાથ કન્નનની બદલીને લઈ અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી છે.