PM મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે જાપાનના ઓસાકા પહોંચી ગયા છે. G-20 સમિટમાં રવાના થતાં પહેલાં પીએમ મોદીએ કહ્યું હતું કે અન્ય વૈશ્વિક નેતાઓ સાથે મહત્વના પડકારો અને અન્ય બાબતો અંગે ચર્ચા કરવામાં આવશે. મહિલા સશક્તિકરણ, ડીજીટાઈઝેશન અને જળ વાયુ પરિવર્તન જેવા મુખ્ય મુદ્દાઓના નિરાકરણ અંગે ચર્ચા થવાની આશા છે.
પીએમ મોદી G-20 સમિટમાં 10 દ્વિપક્ષીય બેઠક કરશે. ફ્રાન્સ, જાપાન, ઈન્ડોનેશિયા, અમેરિકા અને તૂર્કી સાથે ચર્ચા થવાની છે. આ ઉપરાંત BRICS( બ્રાઝીલ, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) તથા RIC ( રશિયા, ભારત અને ચીન) સાથે પણ સમિટ દરમિયાન વાતચીત કરવામાં આવશે.
G-20ના સભ્ય દેશોમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, યુરોપીય સંઘ, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટલી, જાપાન, મેક્સિકકો, રશિયા, અરબ, દ.આફ્રિકા, દ.કોરીયા, તૂર્કી, બ્રિટન અને અમેરિકા છે.