બજેટ પહેલાં જાણો બજેટ સાથે જોડાયેલા અટપટા શબ્દો વિશે…

નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર બીજી ટર્મના કાર્યકાળ માટેનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ પાંચમી જૂલાઈએ બજેટ રજૂ કરવાના છે. બજેટથી દરેકના આશા જાગી છે. બજેટને બારીકાઈથી સમજવું જરૂરી છે. બજેટમાં વપરાતા શબ્દો અંગે જાણકારી હોવી આવશ્યક છે. બજેટ પૂર્વે ઉપયોગમાં લેવાતા ખાસ શબ્દો અંગે જાણકારી મેળવીએ.

બજેટ

એક નાણાકીય વર્ષ માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા કુલ ખર્ચ અને રેવેન્યુની વિસુતૃત જાણકારીને બજેટ કહેવામાં આવે છે. જ્યારે એક વર્ષમાં નક્કી કરાયેલા રેવેન્યુ હાલના ખર્ચની સરખામણીએ બરાબર હોય તે એને બેલેન્સ્ડ બજેટ કહેવામાં આવે છે. જ્યારે કેન્દ્ર સરકાર રેવેન્યુથી વધારે ખર્ચ કરે તો રેવેન્યુ લોસ(મહેસુલી ખોટ) કહેવામાં આવે છે. જ્યાર નાણાકીય વર્ષમાં કુલ ખર્ચ વાર્ષિક આવક કરતા વધારે હોય તો એને ફિસકલ ડેફિશીટ(રાજકોષીય નુકશાન) કહેવામાં આવે છે. આમાં દેવું સામેલ કરાતું નથી.

ફાયનાન્સ બીલ

કેન્દ્રીય બજેટને રજૂ કર્યા બાદ તરત જ જે બીલ પાસ કરવામાં આ તેને નાણાકીય વિધેયક કહે છે. બજેટમાં નવા ટેક્સ, ટેક્સમાં ફેરફાર, સુધારા-વધારા જેવી જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે.

ફિસ્કલ પોલિસી(રાજકોષીય નીતિ)

આવક અને જાવકના સ્તરોને અલગ અલગ કરવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. નાણાકીય નીતિને બજેટ મારફત લાગૂ કરવામાં આવે છે અને તેના દ્વારા સરકાર અર્થ વ્યવસ્થાને પ્રભાવિત કરતી પોલિસી બનાવે છે.

ફિસ્કલ કોન્સોલિડેશન

આના ઉદ્દેશ્ય સરકારના નુકશાન અને દેવાને ઓછું કરવાનું હોય છે.

રેવેન્યુ ડેફિશીટ

કુલ મહેસુલી આવક અને કુલ ખર્ચમાં જે ફરક હોય છે તેને રેવેન્યુ આવક કહેવામાં આવે છે. સરકારની કુલ આવક અને કુલ જાવક વચ્ચેનો અંતર દર્શાવે છે.

એગ્રીગેટ ડિમાંડ

કોઈ પણ ઈકોનોમીમાં સામાન અને સર્વિસની કુલ સંખ્યાને એગ્રીગેટ ડિમાંડ એટલે ટોટલ ડિમાન્ડ કહેવામાં આવે છે.

બેલેન્સ ઓફ પેમેન્ટ

ફોરેન એક્સચેન્જ માર્કેટમાં કોઈ પણ દેશની કરન્સીની કુલ ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેના અંતરને બેલેન્સ ઓફ પેમેન્ટ કહે છે.

ડાયરેક્ટ ટેક્સ

કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાની આવક પર જે ટેક્સ લાગૂ કરવામાં આવે છે તેને ડાયરેક્ટ ટેક્સ કહે છે. આમાં ઈન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ અને ઈનહેરિટેન્સ ટેક્સ સામેલ છે.

ઈનડાયરેક્ટ ટેક્સ

એવા ટેક્સ જે વપરાશકર્તાઓ સીધા જમા નહીં કરાવતા હોય પણ સામાન અને સેવા માટે આ ટેક્સની વસુલાત કરવામાં આવે છે, પાછલા જૂલાઈ માસમાં એક નવું ટેક્સ સ્ટ્રકચર જીએસટી રજૂ કરવામાં આવ્યું હતું. દેશમાં તૈયાર, આયાત અને નિકાસ કરાયેલા તમામ સામાન પર જે ટેક્સ લાગે છે તે ઈનડાયરેક્ટ ટેક્સની શ્રેણીમાં આવે છે. કસ્ટમ ડ્યૂટી અને એક્સાઈઝ ડ્યૂટીનો આમાં સમાવેશ થાય છે.

ઈન્કમ ટેક્સ

પગાર, રોકાણ, વ્યાજ જેવા વિભિન્ન આર્થિક ધોરણોથી થનારી આવકના અલગ અલગ સ્લેબ ટેક્સેબલ હોય છે. એટલે કે ઈન્કમ પર જે ટેક્સ લાગૂ થાય છે તેને ઈન્કમ ટેક્સ કહે છે.

ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ

ગ્રાહકના દ્રષ્ટિકોણથી જોઈએ તો જીડીપી આર્થિક ઉત્પાદન અંગે જણાવે છે. આમાં અંગત વકરો, અર્થ વ્યવસ્થામાં રોકાણ, સરકારી રોકાણ અને નેટ ફોરેન ટ્રેડ(આયાત અને નિકાસનો તફાવત) સામેલ હોય છે. કોઈ પણ દેશમાં સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગના આકલન માટે જીડીપીને માપદંડ બનાવવામાં આવે છે.

મોનેટરી પોલિસી

મોનેટરી પોલિસી એવી પ્રક્રિયા છે જેની મદદથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા અર્થ વ્યવસ્થામાં જરૂરીયાતને નિયંત્રિત કરે છે. મોનેટરી પોલિસીના અનેક હેતુ હોય છે. આમાં મોંઘવારી પર કાબૂ, ભાવમાં સ્થિરતા અને મજબૂત વિકાસ દરના લક્ષ્યને હાંસલ કરવાના હોય છે. રોજગારની તકો તૈયાર કરવાના પણ પોલિસીના હેતુમાં સામેલ હોય છે.  અર્થ વ્યવસ્થામાં રોકડ જરૂરીયાત અંગે બેન્કોના કેશ રિઝર્વ રેશ્યો અથવા ઓપન માર્કેટ ઓપરેશન થકી સીધી અસર ઉભી કરી શકાય છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ મારફત દેવાની કોસ્ટને વધારી અથવા ઘટાડી શકાય છે.

નેશનલ ડેટ (રાષ્ટ્રીય દેવું)

કેન્દ્ર સરકારની તિજોરીમાં સામેલ કુલદેવાને રાષ્ટ્રીય દેવું કહે છે. બજેટની ખાદ્યને પૂર્ણ કરવા માટે સરકાર આવા પ્રકારનો ઉધાર લેતી હોય છે.

ગવર્નમેન્ટ બોરોઈંગ(સરકારી દેવું)

જાહેર હિતની સેવાઓ પર થતાં ખર્ચ માટે વપરાતા ફંડને પહોંચી વળવા માટે સરકરા આવા પ્રકારનું દેવું કરે છે.

ડિસઈન્વેસ્ટમેન્ટ(વિનિવેશ)

જાહેર સાહસોના એકમોમાં સરકારી ભાગીદારીને વેચવા માટેની પ્રક્રિયાને વિનિવેશ કહે છે.

ઈન્ફિલેશન-મોંઘવારી

કેટલાક સમય માટે કોઈ ઈકોનોમીમાં સામાન અને સેવાઓ માટે ભાવ વધારમાં આવે છે તો એને મોંઘવારી કહેવામાં આવે છે. જ્યારે સામાન્ય વસ્તુઓના ભાવ વધી જાય ત્યારે કરન્સીના દરેક યૂનિટ મારફત સામાન અને સેવાની ખરીદી કરવામાં આવે છે. ભારતમાં હાલ હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ (WPI) અને કન્ઝ્યૂમર પ્રાઈઝ ઈન્ડેક્સ (CPI) દ્વારા મોંઘવારીના દરને નક્કી કરવામાં આવે છે.