ઈરાનના સુપ્રીમ લીડર અલી ખમેનઈએ કહ્યું ” અમેરિકાની સામે ઝુકીશું નહીં”

ઈરાનના સુપ્રીમ લીડર અલી ખમેનઈએ તહેરાનનાં કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ઈરાનના લોકો ગરીમા અને આઝાદી તેમજ પ્રગતિ ઈચ્છે છે. તેથી આ દેશના નાગરિકો કટ્ટર દુશ્મનોની સામે ઝુકે તેમ નથી. અને તેના કારણે ઈરાનને કોઈ ફરક પડવાનો નથી. તેવી ચેતવણી આપી અમેરિકાને આકરો જવાબ આપ્યો હતો.

અલી ખમેનઈએ વધુમાં જણાવ્યું હતું કે અમેરિકાએ તાજેતરમા જેરીતે ઈરાન પર નવા પ્રતિબંધ લગાવ્યા છે તેના કારણે હાલ ઈરાનમા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પણ તેમણે એવી ચેતવણી આપી હતી કે અમેરિકા તરફથી ભલે પ્રતિબંધ લગાવવામા આવ્યા હોય પણ તેના કારણે ઈરાનને કોઈ ફરક પડવાનો નથી. અલી ખમેનઈએ તેમના કાર્યાલયના હવાલાથી જણાવ્યુ હતુ કે ઈરાનના લોકો હવે દેશનો વિકાસ અને આઝાદી માગે છે. ત્યારે અમેરિકાની સરકાર તરફથી ઈરાન પર ખોટા આક્ષેપ કરવામા આવી રહ્યા છે. જે સાવ વાહિયાત છે.

તેમણે વધુમા જણાવ્યું હતું કે ઈરાનના ઉચ્ચ ઘાર્મિક નેતાની વેબસાઈટએ ખમેનઈના હવાલાથી અમેરિકા સરકારને સૌથી કુટિલ સરકાર ગણાવી હતી. અને જણાવ્યુ છે કે અમેરિકાની ઈરાન સાથે વાતચીત કરવાની બાબત એક ષડયંત્ર છે. અને સ્પષ્ટ ક્રુરતા સમાન છે. ઈરાને ગત સપ્તાહમા જ અમેરિકાના એક ડ્રોનને તોડી પાડ્યુ હતુ. ત્યારબાદ આ બંને દેશ વચ્ચે સામાસામે આક્ષેપબાજી થઈ રહી છે.

આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ખમેનઈ અને અન્ય ઈરાની અધિકારીઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. તેના જવાબમા ઈરાને પણ અમેરિકાને ચેતવણી આપી હતી કે ખમેનેઈ અને અન્ય ઈરાની અધિકારીઓ પર નવા પ્રતિબંધ લગાવવા એટલે ઈરાન અને અમેરિકા વચ્ચેના કુટનીતીનો રસ્તો બંધ કરવા સમાન બાબત છે.

 તાજેતરમા ઈરાકના વડાપ્રધાન આદિલ અબ્દુલ મહેંદીએ પત્રકારોને જણાવ્યુ હતુ કે તાજેતરમા અમેરિકીન અધિકારીઓએ ઈરાકી અધિકારીઓનો સંપર્ક કરી એવો આક્ષેપ લગાવ્યો હતો કે ગત ૧૪ મેના રોજ સાઉદી અરબની પાઈપલાઈન પર હુમલો કરવા માટે જે ડ્રોનનો ઉપયોગ કરવામા આવ્યો હતો તે ડ્રોન ઈરાકથી રવાના કરવામા આવ્યા હતા. આમ ઈરાન તરફથી અમેરિકા દ્વારા તેના પર જે નવા પ્રતિબંધ લગાવવામા આવ્યા છે તેનાથી તે ડરતુ નથી અને અમેરિકા હવે ઈરાન સાથે કોઈ પણ રીતે સંઘર્ષમા ઉતરવા માગી રહ્યુ છે તેવા આક્ષેપ કરવામા આવી રહ્યા છે. આ રીતે હવે ઈરાન અને અમેરિકા સામસામે આવી ગયા છે અને તેથી આગામી સમયમા આ બંને દેશ વચ્ચે વિવાદ વધુ વકરે તેવી સંભાવના જણાઈ રહી છે જોકે હાલ અમેરિકાએ ઈરાન સાથે વાત કરવાની જાહેરાત કરી આ મામલે વિવાદને શાંત કરવા પ્રયાસ કર્યો છે જોકે બીજી તરફ ઈરાન આ બાબતને અમેરિકાની એક ચાલ સમાન ગણાવી રહયુ છે.