કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઉભા રાખ્યા તો એની પાછળ આ છે દાવ

એવું કહેવાય છે ને કે વાર્યા ન વરે તે હાર્યા વરે, પણ ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આક્રમક વલણ રાખીને બેઠી છે. કોંગ્રેસે હાર નિશ્ચિત જણાઈ રહી હોવા છતાં પણ ઉમેદવાર ઉભા રાખ્યા તો તેની પાછળ કોંગ્રેસની ચોક્કસ ગણતરી રહેલી છે.

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા ચૂંટણી પંચના જાહેરનામાને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે રાજ્યસભની પેટા ચૂંટણીમાં ગૌરવ પંડયા અને ચંદ્રીકાબેન ચૂડસમાને ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યા છે.

કોંગ્રેસના સિનિયર નેતાએ કહ્યું કે ભલે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની પીટીશન ફગાવી દીધી પણ ચૂંટણી બાદ પણ કોર્ટમાં જઈ શકાય છે અને ત્યારે કોંગ્રેસ કાયદાકીય લડત લડવા માટે તૈયાર છે. પરિણામ આવ્યા બાદ પણ કોંગ્રેસ રાજ્યસભા મામલે ભાજપ સામે બાથ ભીડવા માટે તૈયાર હોવાનું કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું.