રાજકોટમાં 16 વર્ષની બાળાને ઈન્સ્પેક્ટરનો ચાર્જ કે બેઠી તો લાગ્યું એવું કે તે પીઆઈની ખુરશી પર બેસી જ રહે. આપવામાં આવ્યો. આ પળ એટલી બધી લાગણીભીની હતી કે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં આ બાળા પોલીસ ઈન્સ્પેક્ટર તરી
વાત જાણીને આંખ ભીની એટલા માટે થઈ જશે આ બાળાને એ-ચઆઈવી પોઝિટીવ છે. તેને જોઈ તમામ ભાવુક થઈ ગયા. નયના મજમુદાર(નામ બદલ્યું છે)ના માતા-પિતાની આંખમાં અશ્રુ સાગર ઉમટી પડ્યા હતા.
રાજકોટ ડિસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચઆઈવી નામની સંસ્થાએ આ માસુમ બાળાની ઈચ્છા પૂર્ણ કરવાનું નક્કી કર્યું. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને વિનંતી કરવામાં આવી. ત્યાર બાદ પોલીસ કમિશનરે બાળકીની ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત અનેક અધિકારીઓએ નયનાને બોલાવી. મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં નયનાને પોલીસ જીપમાંથી એક અધિકારીની જેમ ઉતારવામાં આવી. તેને સેલ્યૂટ પણ આપવામાં આવી. પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ફૂલોથી તેનું સ્વાગત કર્યુ.
પોલીસ અધિકારી બનવાની મહેચ્છા પૂર્ણ થતા જોઈને નયના ખૂબ આનંદિત થઈ અને તેના ચહેરા પર અપરંપાર ખુશી ટપકતી જોવા મળી હતી. નયનાને જોઈને પોલીસ સ્ટેશનનું વાતાવરણ રડમસ બની ગયું હતું અને તમામ લાગણીના દરીયામાં તણાયા હતા. તમામે રાજકોટ પોલીસના આ કાર્યની સરાહના કરી હતી. આખોય પોલીસ સ્ટાફ કેટલાક ક્લાકો માટે બાળામાં જ ખોવાઈ ગયું હતું. બાળા પણ એક પોલીસ અધિકારીને છાજે તેવી રીતે પોતાની બિમારીને પાછળ પાડીને કામ કરતી દેખાઈ હતી.