#MeeToo: આદિત્ય પંચોલી વિરુદ્વ રેપ કેસ દાખલ, કંગના રણોત અને તેની બહેન કરી હતી દુષ્કર્મની ફરીયાદ

હિન્દી ફિલ્મોના પ્રોડયૂસર, એક્ટર અને સિંગર આદિત્ય પંચોલી વિરુદ્વ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં રેપ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ફિલ્મ અભિનેત્રી કંગના રણોત અને તેની બહેન રંગોલી ચાંડેલે ફરીયાદ કરી હતી.

ફિલ્મ અભિનેત્રી કંગના રણોતે એપ્રિલમાં ફરીયાદ કરી હતી કે દાયકા પહેલાં આદિત્ય પંચોલીએ તેની બહેન અને પોતાની સાથે દુષ્કર્મ કર્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 10 વર્ષ પહેલાંના કેસને સાબિત કરવું અઘરું છે પરંતુ કોર્ટમાં આ મુદ્દે કાયદાકીય લડત ચાલી રહી છે. આદિત્ય પંચોલીએ પણ સામે ફરીયાદ આપી છે કે કંગનાના વકીલ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને આ અંગે ફરીયાદ તથા બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવશે.

આદિત્ય પંચોલીએ દાવો કર્યો હતો કે ભૂતકાળમાં કંગનાએ તેની સાથે સતત ડેટીંગ કર્યું હતું. કંગના અને તેની બહેને આદિત્ય પંચોલીના દાવોને ફગાવી દીધો હતો અને રેપ કરવાની ફરીયાદ કરી હતી.