RBIના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યનું રાજીનામું

રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય બેન્કના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ 7 મહિનામાં બીજી વખત છે જ્યારે આરબીઆઇના કોઇ ઉચ્ચ અધિકારીએ પોતાનો કાર્યકાળ પૂર્ણ થયા પહેલા પોતાનું પદ છોડી દીધું હોય. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં RBIના ગવર્નર ઉર્જિત પટેલે ડિસેમ્બરમાં અંગત કારણ જણાવીને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

મહત્વની વાત એ છે કે ડેપ્યુ ગવર્નર વિરલ આચાર્યએ કાર્યકાળ પૂરો થવાના છ મહિના પહેલા જ પોતાનું પદ છોડી દીધું છે. વિરલ આચાર્ય RBIના મોટા અધિકારીમાં સામેલ હતા જેને ઉર્જિત પટેલની ટીમનો એક ભાગ માનવામાં આવતો હતો. મીડિયા રીપોર્ટ મુજબ વિરલ આચાર્ય હવે ન્યૂયોર્ક યૂનિવર્સિટીના સેટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાં પોતે એક પ્રોફેસર તરીજે જોડાશે.
વિરલ આચાર્યને 23 જાન્યુઆરી 2017થી ત્રણ વર્ષ માટે RBIના ડેપ્યુટી ગવર્નરના પદ માટે નિમવામાં આવ્યા હતા. આ હિસાબથી તેઓએ 30 મહિના સુધી કેન્દ્રીય બેન્ક માટે પોતાના પદ પર કાર્ય કર્યું છે.

છેલ્લા થોડા મહિનાથી ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યના વિચારો RBIના નવા ગવર્નર શક્તિકાંત દાસના નિર્ણયો કરતાં અલગહતા. મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લી બે મોનીટરિંગ પોલિસીની બેઠકમાં મહેંગાઈ દર અને ગ્રોથ રેટના મુદ્દામાં વિરલ આચાર્યના વિચારો અલગ હતા.