ઝારખંડ મોબ લીંચીંગ: તબરેઝની હત્યા બાદ તંત્ર આવ્યું હરકતમાં, બે પોલીસ અધિકારી સસ્પેન્ડ, સીટની રચના

ઝારખંડના સરાયકોલા-ખરસવા જિલ્લાની જેલમાં તબરેઝ અંસારીના મોત મામલે પોલીસ વડા કાર્તિક એસને કાર્યવાહી કરીને બે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છા. પોલીસ મથકના ઈન્ચાર્જ ચંદ્રમોહન ઉરાંવ અને સિનિયર ઈન્ચાર્જ વિપિન બિહારીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. બન્ને અધિકારીઓ પર લાપરવાહી અને સિનિયર ઓફીસરને ઘટના અંગે જાણ નહીં કરવાનો આરોપ છે. મોબ લીંચીંગ મામલે અત્યાર સુધી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય રાજ્ય સરકારે મોબ લીંચીગ અંગે ગૃહ મંત્રાલયને અહેવાલ મોકલી આપ્યો છે.

મોબ લીંચીંગ મામલે પોલીસે એસડીપીઓ અવિનાશ કુમારના નેતૃત્વમાં સીટની રચના કરી છે. સીટમાં આરઆઈટીના ઈન્ચાર્જ સહિતના પોલીસ અધિકારીઓની નિયૂક્ત કરવામાં આવ્યા છે.

17 અને 18મી જૂનની રાત્રે તબરેઝ અંસારી પર ચોરીનો આરોપ મૂકી ટોળા દ્વાર માર મારવામાં આવ્યો હતો. તબરેઝને જય શ્રી રામ અને જય હનુમાન બોલવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. તબરેઝને માર મારવા થતા નારા બોલાવવાનો વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. આખી રાત તબરેઝને થાંભલા સાથે માર માર્યા બાદ તેને રઝળતો છોડી દેવામાં આવ્યો હતો અને સવારે પોલીસ આવી હતી અને તેની ચોરીના કેસમાં ધરપકડ કરી હતી. જેલમાં તબરેઝની હાલત બગડી અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

સરાય કોલામા પપ્પુ મંડળ નામની ટોળકી દ્વારા આ અધમ કૃત્ય આચરવામાં આવ્યું હતું. પોલીસે ધરપકડનો દૌર શરૂ કરતા ઘાતકીડીહ ગામમાં તબરેઝની મોતનો તમાશો જોતાં અને તબરેઝને મારવામાં સંડોવાયેલા નરાધમો ફરાર થઈ ગયા છે.    

રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે ઝારખંડ મોબ લીંચીંગની ફેકટરી બની ગયું છે. જ્યારે ઝારખંડના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી સરયૂ રાયે કહ્યું કે આ ઘટના દૂર્ભાગ્યપૂર્ણ છે. આવી ઘટનાથી ઝારખંડની છબિ ખરાબ થઈ રહી છે અને લોકોનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. દોષિતોને છોડવામાં આવશે નહીં,