ગુજરાત ભાજપે જાહેર કર્યા રાજ્યસભાના ઉમેદવારો, એસ.જયશંકર અને જુગલ ઠાકોર બન્યા ઉમેદવાર

ગુજરાત રાજ્યસભાની ખાલી પડેલી રાજ્યસભાની સીટ માટે પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે ત્યારે ભાજપ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરનુ નામ જાહેર કર્યું છે. જયશંકર અમદાવાદ આવી પહોંચ્યા છે જ્યારે બીજી સીટ માટે ઠાકોર સેના સાથે સંકળાયેલા જુગલસિંહ ઠાકોરનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. ભાજપે સત્તાવાર રીતે નામ જાહેર કર્યા છે.