તક્ષશિલા અગ્નિકાંડ: SMCના અધિકારીઓ-કર્મચારીઓની ધરપકડ કરાતા ભડકો, 32 ઈજનેરોના રાજીનામાથી ચકચાર

સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 ભૂલકાના મોત થયા બાદ સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરીયાદ અને ધરપકડના ચાલેલા સપાટાના તીવ્ર પ્રત્યાઘાત પડેલી જોવા મળી રહ્યા છે. સાગમટે સુરત મહાનગરપાલિકા(SMC)ના 32 ઈજનેરોએ રાજીનામા ધરી દઈને વડાપ્રધાન મોદી સહિત કેન્દ્ર અને ગુજરાત સરકારમાં ઉચ્ચસ્તરે હાઈકોર્ટના વકીલ કુમારેશ ત્રિવેદી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

SMCના ટેક્નિકલ સ્ટાફે વકીલ કુમારેશ ત્રિવેદી હસ્તક કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સુરત પોલીસ દ્વારા તક્ષશિલા અગ્નિકાંડ અંગે SMCના અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે અને જેલભેગા કરવામાં આવ્યા છે. આના કારણે SMCના અધિકારીઓ અને કર્મચારીઓનું મોરલ તૂટી ગયું છે. સાયન્ટીફિક લેવલે તપાસ કર્યા વિના ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંતના ધરપકડ કરાયેલા અધિકારીઓ-કર્મચારીઓને મૂક્ત કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત રિટાયર જજ પાસે તપાસ કરાવી તક્ષશિલાની ઈમ્પેક્ટ ફી મંજુર કરવા માટે SMCના અધિકારીઓ જવાબદાર છે કે નહીં તેવી માંગ કરવામાં આવી છે. ટેક્નિકલ સ્ટાફ મહામંડળ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે.

ધરપકડને લઈ 32 જેટલા ઈજનેરોને અનિચ્છાએ પણ સ્વૈચ્છિક રિટારયમેન્ટ એટલે કે રાજીનામા આપી દેવાની ફરજ પડી છે.

રાજીનામા આપનાર ઈજેનેરોના નામ…

  • ડી.કે.હરપલાની
  • બી.કે.પરમાર
  • બી.કે.ગઢીયા
  • જે.એન.મહીડા
  • પરેશ ગોહીલ
  • નીતિન મહેતા
  • ભરત પ્રજાપતિ
  • એન.એલ.પટેલ
  • ડી.વી.ચૌધરી
  • સી.વી.ભટ્ટ
  • ડેનિયલ ક્રિશ્ચિયન
  • ડી.વી.રોહિત
  • પ્રસન્ન શાહ
  • રશ્મિન શાહ
  • મહેન્દ્ર વીસપૂટે
  • અશોક ગઢવી
  • જયંત પ્રજાપતિ
  • એમ.આર.પટેલ
  • સી.યુ.પટેલ
  • નિલેશ રામાવત
  • અશોક ભાટીયા
  • દિપક ટેલર
  • પ્રફૂલ્લ ઠક્કર
  • આર.આર. શાહ
  • રાકેશ વેસુવાલા
  • વિનુ ટેલર
  • જયેશ ભટ્ટ
  • રાવલીયા
  • કે.કે.શાહ
  • અરવ ગડરીયા
  • રમેશ પ્રજાપતિ
  • ભરત સોલંકી