જાણો PM મોદી ક્યા ફોનનો ઉપયોગ કરે છે? અમિત શાહ પાસે છે ક્યો ફોન?

રાજકીય નેતાઓને આપણે જોઈએ તો તેમના હાથમાં કદી ફોન જોવા મળતા નથી છતાં પણ તેઓ ફોન રાખે છે એ હકીકત છે. આજના ઝડપી યુગમાં મોબાઈલ ફોન એક અનિવાર્ય જરૂરિયાત બની ગયો છે. ખાસ કરીને નેતાઓ પોતાની પાસે ક્યો ફોન રાખે છે, ક્યા ફોનનો ઉપયોગ કરે છે તે જાણવાના પ્રયાસ કરવામાં આવ્યો છે. પીએમ મોદી સહિત ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય મંત્રીઓ અને નેતાઓ ક્યો ફોન વાપરે છે તે જાણીએ.

પીએમ મોદી એક રીતે તો ટેક્નોલોજી માનનારા છે. સોશિયલ મીડિયામાં તેઓ સતત સક્રીય રહે છે. પીએમ મોદી પોતાની પાસે એપલ અને એન્ડ્રોઈડના લેટેસ્ટ ટેકોનોલોજી સાથેના સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત તેઓ એપલના ડિવાસીઝનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ ગૃહમંત્રી અમિત શાહ બ્રાન્ડ ન્યૂ એપલ એક્સેસનો ઉપયોગ કરે છે. આઈએએનએસના રિપોર્ટ પ્રમાણે જ્યારે અત્યંત આવશ્યક કાર્ય હોય ત્યારે અમિત શાહ પોતાની ટીમ સાથે જોડાયેલા રહેવા માટે ફેસબૂક અને વ્હોટ્સ અપનો ઉપયોગ કરે છે. અમિત શાહના ટિવટર પર 1.4 કરોડ ફોલોઅર્સ છે.

પીએમ મોદી 2018માં ચીન અને દુબઈની સત્તાવાર મુલાકાતે ગયા ત્યારે આઈફોન-6 સિરીઝનો ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. પીએમ મોદી પોતાના ગેઝેટ્સ પ્રત્યેના લગાવનો સ્વીકાર કરી ચૂક્યા છે. સલામતીના કારણોસર એપલના સર્વશ્રેષ્ઠ ડિવાઈસનો તેઓ ઉપયોગ કરે છે. પીએમ મોદીના ટવિટર પર 4.82 કરોડ ફોલોઅર્સ છે. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 11 કરોડ ફોલોઅર્સ સાથે ટ્રમ્પથી પણ આગળ છે. ટ્રમ્પના 9.6 કરોડ ફોલોઅર્સ છે.

જ્યારે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન બે સ્માર્ટ ફોન-આઈફોન અને એનડ્રોઈડ ફોનનો ઉપયોગ કરે છે. અપડેટ રાખવા માટે અને કાર્યાલય સંબંધિત કાર્યો પર નજર રાખવા તો ફેસબૂક, વ્હોટ્સ અપ અને ટવિટરનો વધુમાં વધુ ઉપયોગ કરે છે. પ્રધાનના ટવિટર પર 11 લાખ ફોલોઅર્સ છે.

નીતિન ગડકરી ફેસબૂક અને વ્હોટ્સ અપ એમ બન્નેનો ઉપયોગ કરે છે. સૂત્રોના જણાવ્યા મુજબ નીતિન ગડકરીના ટવિટર પર 51.5 લાખ ફોલોઅર્સ છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ માત્ર ટવિટરનો ઉપયોગ કરે છે. ટવિટર પર તેમના 22.3 લાખ ફોલોઅર્સ છે. પીએમ મોદીના ડિજીટલ ઈન્ડીયા અભિયાન બાદ સ્માર્ટ ફોનના ઉપયોગમાં ઉછાળો આવ્યો હતો.