કેવડીયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યુઈંગ ગેલેરીમાં જવાની લિફ્ટ આજે ફરી વાર બગડી જતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાઈ જતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. લિફ્ટ બંધ થઈ જતાં પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા બે કર્મચારીઓ સાથે મારમારીનો બનાવ પણ બન્યો હતો.
સ્ટેચ્યુ પર મારમારીની ઘટનાને પગલે સ્થાનિક પોલીસઘટના સ્થળે પહોંચી જતા કરી પરિસ્થિતિને સંભાળી લેતા મામલો થાળે પડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વ્યૂઈંગ ગેલેરી સુધી જવા માટે મુકવામાં આવેલી આ લિફ્ટ અગાઉ પણ ઘણી વાર વખત બંધ પડી ગઇ હતી. અગાઉ અનેક મંત્રીઓ અધિકારીઓ આ લિફ્ટમાં ફસાયા હતા, ત્યારે ફરી એકવાર લિફ્ટ બંધ થઈ જતા ટેકનિકલ ફોલ્ટના સમારકામ સામે અનેક સવાલો ઊભા થયા છે.
પબ્લિકનો ધસારો વધી જતા એક લિફ્ટ બંધ થઈ જતા Udsના કર્મચારીઓ સાથે મારામારીનો બનાવ બનતા પી એસ આઈ કે. કે.પાઠકે સાહસ કરી ભીડમાં જઈ યુડીએસના કર્મચારીઓને બહાર કાઢી કર્મચારીઓનો જાન બચાવી મામલો થાળે પાડ્યો હતો.