વીડિયો: “SAFE HOME SAFE STREET” : સુરતના સલાબતપુરા પોલીસની સર્વેલન્સ ટીમની ગાંધીગીરી

લોકો અને પોલીસ વચ્ચે વિશ્વાસ સંપાદન કરવાના શૂભ હેત સાથે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પહેલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ગાંધીગીરી કરવામાં આવી અને બાળકોને ઘરેઘરે જઈને સ્વીટ તથા સ્કૂલને લગતી સામાગ્રીની વહેંચણી કરી હતી.

સલાબતપુરા માનદરવાજા,નહેરુનગર,ખાજાનગર,ઉમરવાડા,ગાંધીનગર ઝુપડપટ્ટી વિસ્તારની અંતર્યાળ ગલીઓમા જઇ બાળકોને અને તેમના માતાપિતાને પોલીસ પ્રત્યે વિશ્વાસ સંપાદન કરવા ઘરે ઘરે જઇ બાળકોને ચોકલેટ,પેન્સિલ,બિસ્કિટ અને બાળકોનીસુરક્ષા વધારવા “SAFE HOME SAFE STREET” ના પેમ્પ્લેટ વિતરણ કરવામા આવ્યા હતા.

જૂઓ વીડિયો…

તાજેતરમા જ ઉમરવાડા શાળામા બનેલા બનાવના આસપાસના વિસ્તારના બાળકો અને પોલીસ વચ્ચે સબંધો મજબુત થાય અને ભય દુર થાય તે હેતુથી સલાબતપુરા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કાર્યક્રમ હાથ ધરાયો જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને હકારાત્મક રીતે પોલીસની પહેલને વધાવી લેવામાં આવી હતી.

ખાસ વાત એ છે કે સુરતના પોલીસ કમિશનર સતીષ શર્મા પણ પોલીસ સ્ટાફને લોકો સાથે વિશ્વાસનું વાતાવરણ જળવાઈ રહે અને લોકો પોલીસ પર ભરોસો રાખવાની વાત પર ભાર મૂકતા આવેલા છે. સલાબતપુરા પોલીસે ગાંધીગીરી કરી પોલીસ કમિશનરની વાતને લોકો સુધી પહોંચાડી હતી.

નોંધનીય વાત એ છે કે આ કાર્યક્રમનો ખર્ચ સલાબતપુરા પોલીસ સ્ટાફ દ્વારા પોતે સ્વખુશી ઉઠાવવામાં આવ્યો હતો.