ગુજરાતમાં વરસાદ લંબાતા અંતરિયાળ અને ગામોની દશા બગડી ગઈ છે. ઉનાળા પહેલાં જ્યાં લીલીછમ ચાદર હતી ત્યાં આજે સૂક્કી ભઠ્ઠ જમીન જોવા મળી રહી છે.
ઈન્ડીયન એક્સપ્રેસના ફોટોગ્રાફર જાવેદ રાજા દ્વારા ડાંગ-આહવાની દારુણ તસ્વીરી કથા આજે પ્રસિદ્વ થઈ છે. ડાંગ-આહવામાં ઉનાળાની સિઝન પહેલાં જ્યાં લીલોતરી મહાલી રહી હતી ત્યાં કાળઝાળ ગરમીમાં બધું વેરાન થઈ ગયું છે.

ખાસ કરીને ચોમાસાના પાણીને સંગ્રહ કરવાની વ્યવસ્થા ન હોવાથી ડૂંગરો પરથી પાણી વહી જાય છે અને ઉનાળું આવતાં સુધીમાં જ્યાં એક વખત પાણી વહેતું હતું ત્યાં પાણીનું એક ટીપું પણ મળવું મુશ્કેલ બની જાય છે.
વરસાદના વર્તારા છે અને આશા છે કે બે-પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રીય થાય.