જાણો આત્માના પ્રકારો, શું આત્માઓ નુકશાન અને ફાયદો કરી શકે છે?

જેને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, જળ ભીંજવી શકતું નથી કે વાયુ સુકવી શકતો નથી તે આત્મા. વૈજ્ઞાનિકો પણ માને છે કે આત્મા હોય છે અને અકાળે મૃત્યુ પામેલા લોકોના આત્મા ભટકતા હોવાની વાયકાઓ છે. સારા અને ખરાબ આત્માની વચ્ચે જંગ છે.

આજના વૈજ્ઞાનિક યુગમાં આત્મા જેવું હોવાની વાત કરનારને લોકો મૂર્ખ અને અંધશ્રદ્ધળુ કહે છે પણ બહોળો વર્ગ એવો છે કે આજે પણ આત્માના ચક્કરમાં પડેલો છે. બાપૂ અને ભૂવાઓની દુકાનો કંઈ આમને આમ ચાલતી નથી. ચોક્કસપણે આધ્યાત્મિક રીતે આત્માઓની એક અલગ જ દુનિયા હોવાનું કહેવાય છે અને આત્માઓ સાથે સંપર્ક કરનારા બાપૂ-ભૂવાઓની કોઈ ખોટ નથી. આત્મા સાથે સંપર્ક કરનારા બાપૂ અને ભૂવાઓએ સાધના કરવી પડતી હોય છે ત્યારે આવી સિદ્વિ પ્રાપ્ત થતી હોવાનું કહેવાય છે.

બ્રહ્માંડમાં લાખો કરોડો આત્માનું અસ્તિત્વ વિદ્યમાન હોય છે. આત્માને પ્રગટ થવા માટે એક ભૌતિક દેહની આવશ્યકતા રહે છે. આત્મા વાયુ મંડળમાં વિચરણ કરતા રહે છે. તેમાં ઘણા પ્રકારના આત્મા હોય છે. જેમ કે રાજા, મહારાજા, વૈજ્ઞાનિક, વિશેષજ્ઞો સામાન્ય માણસો વગેર, વગેરે. આત્માના મુખ્યત્વે બે પ્રકાર છે. દિવ્યાત્મા અને દુષ્ટાત્મા.

દિવ્યાત્મા

આ પ્રકારના આત્માઓ ક્યારેક કોઈ મનુષ્યની જિંદગીથી પ્રભાવિત થઈ જાય છે અને તેને સહયોગ પણ કરે છે. ખાસ કરીને એવી વ્યક્તિને કે  જે જિંદગીથી પ્રભાવિત રહી હોય છે. જેની જિંદગી આત્માની જિંદગી સાથે મળતી ઝુલતી હોય. દાખલા તરીકે આત્માએ પોતાની પૂર્વ જિંદગીમાં ધમા કષ્ટો ભોગવ્યા હોય અને દુખોનો સામનો કર્યો હોય તો એ આત્મા કોઈ વ્યક્તિ વિશેષની જિંદગીના કષ્ટો અને દુખો તે જોઈ શક્તો નથી. કારણ કે તે પોતે શ-શરીરે તે અનુભવી ચૂક્યો હોય છે. અંતત: આવો આત્મા જેની જિંદગથી પ્રભાવિત થઈ જાય છે તો એ મનુષ્યની જિંદગીને ખુશીઓથી ભરી દે છે અને આવું થવામાં આત્માના ભાવ વિશેષ જ કામ આવે છે.

ભાવથી ભાવના બને અમે ઉત્કૃષ્ટ તે સંપન્ન કરે છે. ત્યાર બાદ એ માણસની જિંદગીમાં કોઈ પણ પ્રકારનો અભાવ રહેતો નથી.  ડગલેને પગલે સફળતા મળે છે. ગામ તથા શહેરોમાં એવા સેંકડો ઉદાહરણ જોવા મળશે. ઘરતીમાં ધરબાયેલું ધન કોઈને મળી જાય, ઈચ્છા કરતાં જ મળી જાય, સોના-ચાંદીના સિક્કા ભરેલા ઘડા મળી આવવા, દાટેલું ધન પ્રાપ્ત થવું, અચાનક જ રૂપિયામાં મહાલતા થઈ જવું, અટકી પડેલા-બગડેલા કાર્યો થવા, નોકરી હોય તો તરત  પ્રગતિ મળવી, કશુંક ખરાબ કે અકસ્માત થવાનું હોય તો તેનો પૂર્વાભાસ થવો વગેરે બાબતો દિવ્યાત્માની નિશાની છે. દિવ્યાત્મા પ્રસન્ન હોવાના કારણે માણસને આ બધાનો આપોઆપ અને અનાયાસે જ ભાસ થવા માંડે છે.

દુષ્ટાત્મા

જેમ લખાયું છે તેમ આવા પ્રકારના આત્મા દુષ્ટ જ હોય છે. દુષ્ટાત્મા કેવી રીતે કોઈની પાસે આવી જાય છે? તો એનો જવાબ એ છે કે શરીર શુદ્વ ન હોય અને કોઈ પણ પ્રકારની શરીર પર ગંદકી હોય તો દુષ્ટાત્મા તેની સાથે અને સાથે થઈ જાય છે. આવા પ્રકારના આત્માઓ કોઈનું કદીય ભલું ઈચ્છતા નથી. તે જેની પાછળ પડી જાય છે તેની જિંદગી બરબાદ કરી નાંખે છે. તેમના પરિવારમાં કદી કોઈ સુખ-શાંતિથી રહી શકતો નથી. કદમ કદમ પર નુકશાન જ વેઠવાનું આવે છે. તેમની સાથે છાશવારે અજુગતી ઘટનાઓ ઘટતી જ રહે છે. જે વ્યક્તિ પર આવા આત્માનો પ્રકોપ રહે છે તે પાગલ પણ થઈ જાય છે. દુષ્ટાત્માઓ કોઈ પણ રીતે શ્રેયક હોતા નથી.