વીડિયો: પેન્ટના ગજવામાં મૂકેલો મોબાઈલ ફોન અચાનક સળગી ગયો, જાણો પછી શું થયું સુરતની આ વ્યક્તિ સાથે…

અચાનક ગજવામાં મૂકેલો મોબાઈલ ફોન સળગી ઉઠતાં માણસનો આબાદ બચાવ થયો હતો. પેન્ટના ગજવામાં મૂકેલો મોબાઈલ ફોન સળગી જવાની ઘટના સોશિયલ મીડિયામાં ખાસ્સી વાયરલ થઈ હતી.

જૂઓ વીડિયો…

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી મઢીની ખમણીની દુકાનમાં ગ્રાહક ખમણ લેવા આવ્યો હતો. ફરસાણની ખરીદી કરી રહ્યો હતો તેવામાં પેન્ટના ગજવામાં મૂકેલો મોબાઈલ ફોનમાં આગ લાગી હતી. આગ લાગતા આ માણસે પોતાની પેન્ટ ઉતારી નાંખી હતી અને તાત્કાલિક ફોનને ગજવામાંથી બહાર કાઢયો હતો. સળગતો ફોન રસ્તા પર ફેંકી દીધો હતો. ફોનની બેટરીમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આખીય ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં ઝીલાઈ ગઈ હતી. મહત્વની વાત એ છે કે ઘટનામાં કોઈને ઈજા અન્ય કોઈ પણ પ્રકારનું નુકશાન થયું ન હતું.