પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને 1990ના કસ્ટોડીયલ કેસમાં આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડીયાન રિપોર્ટ જણાવે છે કે આવા કેસમાં ગુજરાતમાં અન્ય કોઈ અધિકારી કે પોલીસવાળાને સજા થઈ નથી.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોની માહિતી પ્રમાણ ગુજરાતમાં 2001 અને 2016 ની વચ્ચે 180 જેટલા કસ્ટોડિયલ ડેથ થયા છે. આ કેસોમાં કોઈ પણ પોલીસને સજા થઈ નથી.
આમૃત્યુ થયા હોવાના અહેવાલમાં હાઇલાઇટ કરવામાં આવ્યું છે. જો કે, આ સમયમાં કોઈ પણ મૃત્યુ માટે પોલીસ અધિકારીઓને સજા કરવામાં આવી નથી.
દેશભરમાં નંબરો પણ વધુ ખરાબ છે – ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 1,557 કસ્ટોડિયલ મૃત્યુ માટે માત્ર 26 પોલિસમેનને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
2016 માં હ્યુમન રાઇટ્સ વૉચ દ્વારા બહાર પાડવામાં રિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં 2010 થી 2015 ની વચ્ચે પોલીસ કસ્ટડીમાં 591 લોકોનું મોત થયા છે.
દેશની વાત કરીએ તો અલગ અલગ રાજ્યોમાં 1,557 કસ્ટોડીયલ ડેથ થયા છે ને માત્ર 2 પોલીસને દોષિત ઠેરવવામાં આવ્યા છે. જ્યારે સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને 30 વર્ષ જૂના કસ્ટોડીલ ડેથ કેસમાં સજા કરવામાં આવી છે.
1990માં ભારત બંધ દરમિયાન સંજીવ ભટ્ટે જામજોધપુરમાં રમખાણો માટે અનેક તોફાનીઓની અટકાયત કરી હતી (વિવિધ અહેવાલોમાં સંખ્યા 110 થી 150 વચ્ચે બદલાય છે). અડવાણીની રથયાત્રા દરમિયાન આ કેસ કરવામાં આવ્યો હતો. તે વખતે સંજીવ ભટ્ટ જામનગર જિલ્લાના વધારાના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ હતા.
1990માં અટકાયત કરાયેલા શખ્સોમાં પ્રભુદાસ વૈષ્ણાની નામનો શખ્સ પણ હતો. તે જામીન પર છૂટ્યો હતો અને જામીન પર છૂટ્યા બાદ દસ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો. પ્રભુદાસના ભાઈ અમૃતલાલે પોલીસ દ્વારા મારપીટ કરવામાં આવી હોવાની ફરીયાદ કરી હતી. અમૃતલાલે કહ્યું હતું તેનો ભાઈ તોફાનીઓમાં ન હતો, તે ખેડુત હતો.
ટાઈમ્સના રિપોર્ટમાં જણાવાયું છે કે સંજીવ ભટ્ટનો બનાવ બન્યો તે સમયગાળાની આસપાસ એટલે 1992માં એમેન્સ્ટી ઈન્ટરનેશનલે રિપોર્ટ પ્રસિદ્વ કર્યો હતો. એમ્નેસ્ટીના રિપોર્ટમાં જણાવાયું હતું કે 1985-1991 દરમિયાન દેશમાં 415 કસ્ટોડીયલ ડેથ થયા હતા.
સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટે ધ વાયરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે ભટ્ટને અનેક પ્રકારે હેરાન કરવામાં આવ્યા છે. કોર્પોરેશનને કામે લગાડવામાં આવી અને 23 વર્ષ જૂના ઘરના એક ભાગનું ડિમોલીશન કરવામાં આવ્યું.
શ્વેતા ભટ્ટે વાયરને કહ્યું કે 2011થી પજવણી શરૂ થઈ. સંજીવ ભટ્ટે 2002ના ગુજરાત કોમી રમખાણોની પૂર્વ સંધ્યાએ બેઠકમાં હાજરી આપવાનો દાવો કરતી એફિડેવિટ દાખલ કરી અને સરકાર સામે ગોધરા કાંડનો જવાબ આપવા હિન્દુઓને મુસ્લિમોને જવાબ આપવા આઈપીએસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.