મેહુલ ચોકસીને ભારત લાવવા ED આક્રમક, કરી આ ઓફર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ PNB કૌભાંડમાં ભાગેડુ મેહુલ ચોકસીને ભારત લાવવા માટે મુંબઈ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી હતી. અને ફરાર હીરાના વેપારી મેહુલ ચોકસીને ભાગેડુ જાહેર કરવાની માંગ કરી હતી. EDએ કોર્ટને જણાવ્યું કે મેહુલ ચોકસીને એફિડેવિટ ફાઈલ કરવા માટે તાકીદ કરવામાં આવે કે તે જલ્દીથી ભારત પરત ફરવા માટે નિશ્ચિત તારીખની જાણ કરે.

EDએ કહ્યું કે તપાસમાં મહુલ ચોકસીએ તપાસ સહયોગ આપ્યો નથી. તેની વિરુદ્વ બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે અને ઈન્ટરપોલે રેડ કોર્નર નોટીસ પણ જારી કરી છે, તેમ છતાં તેણે ભારત પરત ફરવાનો ઈન્કાર કર્યો છે, જેથી કરીને તેને ભાગેડુ જાહેર કરવામાં આવે.

EDએ કોર્ટમાં કહ્યું કે એન્ટીગુઆથી મેહુલ ચોકસીને ભારત લાવવા માટે તેને મેડીકલ એક્સપર્ટ ઉપરાંત એર એમ્બ્યુલન્સની સુવિધા આપવા પણ ED તૈયાર છે. ભારતમાં તેની સારવાર માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામા આવશે.  

આ પહેલાં ચોકસએ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી કહ્યું હતું કે ઈલાજ કરાવવા તે વિદેશમાં ગયો હતો અને તેના કારણે 2018માં તેણે દેશ છોડયું હતું. મેહુલે ભાગેડુ જાહેર કરવાની સામે એફિડેવિટ રજૂ કરી હતી.