અમિરષ પૂરીનું ગૂગલે ડૂડલ બનાવ્યું, આજે જન્મ્યા હતા બોલિવૂડના આ એક્ટર

બોલિવૂડના અભિનેતા અને એક જમાનાના ખલનાયક અમરિષ પૂરીને ગૂગલે ડૂડલ બનાવી તેમના 87મી જન્મ જયંતિ પર્વ શ્રધ્ધાંજલિ અર્પી છે. મિ. ઈન્ડીયામાં મુગેમ્બો અને શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે દુલ્હનીયા લે જાયેગેંમાં સિમરનના પિતા ચૌધરી બલદેવસિંગ રૂપે અમરિષ પૂરી હંમેશા યાદ રહેશે. આજે તેમની 87મી જન્મ જંયતિ છે.

બોલિવૂડના ઈતિહાસમાં અમજદ ખાનનું ગબ્બરસિંગ અને અમરિષ પૂરીનું મુગેમ્બોએ વિલનના પાત્રમાં ઈતિહાસ સર્જયો છે. શક્તિથી લઈ મિ.ઈન્ડીયા સુધી અમરિષ પૂરીએ અનેક સંઘર્ષ કર્યા હતા. દરેક પાત્રને અમરિષ પૂરી જીવી ગયા હતા.

1932, 22મી જૂને પંજાબમાં જન્મેલા અમરિષ પૂરને 39 વર્ષે પહેલી ફિલ્મ મળી હતી.

1954માં અમરિષ પૂરીને લીડ રોલમાં લેવાનું નક્કી કરાયું હતું પણ તો ઓડિશનમાં ફેલ થઈ ગયા હતા. ત્યાર બાદ તેમણે રેશ્મા ઔર શેરાથી ફિલ્મી કરીયરની શરૂઆત કરી હતી. હોલીવૂડની ગાંધી ફિલ્મમાં પણ અમરિષ પૂરીએ ખાનનું પાત્ર ભજવ્યું હતું. તેમના બે ભાઈ મદનપૂરી અને ચમન પૂરી હતા.

ઈન્ડીયાના ફિલ્મમાં તેમને મોલારામની ભૂમિકા મળ હતી.તથા ટેમ્પલ ઓફ ડૂમમાં પણ તેઓ દેખાયા હતા. હોલિવૂડના જાણીતા ડાયરેક્ટર સ્ટીવ સ્પીલબર્ગે કહ્યું હતું કે અમરિષ પૂરી મારા ફેવરીટ વિલન છે.

200 કરતાં પણ વધુ ફિલ્મોમાં અમરિષ પૂરીએ ભૂમિકા ભજવી હતી. હિન્દી ઉપરાંત, મરાઠી, કનાડા, પંજાબી, મલાયલમ, તેલુગુ, તમિલ અને અંગ્રેજી ફિલ્મોમાં પૂરીની અદાકારી જોવા મળી હતી. બોલિવૂડના સર્વશ્રેષ્ઠ વિલનમાં તેમની ગણના થાય છે.

આ લેજેન્ડરી અભિનેતાએ 55 વર્ષની ઉંમરે યાદગાર ભૂમિકા ભજવી હતી. 1987માં આવેલી મિ. ઈન્ડીયામાં મુગેમ્બોનો રોલ કરી અમરિષ પૂરીએ ઈતિહાસ રચી દીધો હતો. આ ઉપરાંત યશ રાજ બેનરની ફિલ્મ દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેંમાં પૂરીનો ડાયલોગ પણ પ્રખ્યાત થયો છે. જા સિમરન જા, જી લે અપની જિંદગી.

ઘાતકમાં સની દેઓલના પિતા શંભૂનાથની ભમિકામાં પણ અમરિષ પૂરીએ ચાર ચાંદ લગાવી દીધા હતા.

2004ની 27મી ડિસેમ્બરે અમરિષ પૂરીએ દુનિયાને અલવિદા કહી અને પાછળ પોતાના ફેન્સને આઘાત સાથે રડાવતા ગયા હતા. પણ તેઓ ફિલ્મોમાં સદા અમર રહેશે અને લોકોના દિલમાં સદા જીવંત રહેશે.