નહાતી યુવતીનો વીડિયો ઉતારી બ્લેક મેઈલ કરી દુષ્કર્મ કરનારાને પોલીસ દબોચી લીધો

સુરતના ભરથાણા ખાતે આવેલા ખોડીયાર નગરમાં રહેતી યુવતીનો નહાતી વખતે વીડિયો ઉતારી બ્લેક મેઈલ કરી વારંવાર શરીર સુખ માણનારા લચ્છુ ભગાડા નામના વિકૃત યુવાનને સુરતની અમરોલી પોલીસે ઝડપી પાડ્યો છે.

યુવતીએ શરીર સબંધ બાંધવાની ના પડતા તેનો નહાતો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. સુરત શહેરની આ ચકચારી ઘટનામાં યુવતી એ આખરે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું. યુવતી પોલીસમાં ગઈ હોવાની જાણ થતાં જ આરોપીએ વીડિયો ડિલીટ કરી દીધો હતો પરંતુ પોલીસે યુવતીની ફરીયાદ લઈ ગુનો દાખલ કર્યો હતો. યુવતીની પોલીસ ફરિયાદથી ફફડી ઉઠેલા આરોપીએ ગભરાઈને લગ્ન કરવાની પણ તૈયારી દર્શાવી હતી. લગ્નની લાલચ આપી લગ્ન કર્યા ન હતા અને યુવતીને પોતાની વાસનાનો શિકાર બનાવતો રહ્યો હતો.

અંતે યુવતીએ કંટાળીને માતાપિતાને જાણ કરતા મામલો અમરોલી પોલીસ મથકમાં પહોંચ્યો હતો. યુવતીની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ સુરતમાં પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી હતી. સુરતના કીમ નજીક પીપોદરા દાળ મીલ નજીક હેવાન પિતાએ સંબધોની હદ પાર કરી પત્ની સહિત પરિવારજનોની હાજરીમાં મોડી રાત્રે સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરી કોસંબા પોલીસ મથકે સગા બાપ સામે બળાત્કારનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ હતી ત્યારે ફરી એક દુષ્કર્મની ઘટના બનતા આ ઘટના સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.