ગુજરાતનો એક માત્ર ગ્રેટ ઈન્ડીયન બસ્ટર્ડ નર શું પાકિસ્તાન તરફ ઉડી ગયો છે? જાણો વધુ

દેશના વિશાળકાય પક્ષીઓ પૈકીના એક એવા ગ્રેટ ઈન્ડીયન બસ્ટર્ડ એટલે સોન ચકલીની ઋતુ પૂર્ણ થવા આવી છે. પરંતુ ગુજરાતના એક માત્ર નર ગ્રેટ ઈન્ડીયન બસ્ટર્ડનો કોઈ અતો-પતો નથી. પાછલા કેટલાય દિવસોથી આ ભાઈ સાહેબ ગાયબ છે.

સીધી વાત છે કે ગુજરાતના અધિકારીઓ માટે આ ચિંતાનો વિષય બન્યો છે,કારણ કે ગુજરાતમાં 6 માદા છે અને નર વિના પ્રજનન કરી શકે એમ નથી. નર ભાઈ ક્યાંય જતા રહ્યા છે.

આમ તો ગ્રેટ ઈન્ડીયન બસ્ટર્ડ રાજસ્થાન અ પાકિસ્તાનમાં વધુ જોવા મળે છે. અને આશંકા પણ એવી જ છે કે ઉડીને રાજસ્થાન તરફ ગયા બાદ ગ્રેટ ઈન્ડીયન બસ્ટર્ડ પાકિસ્તાન પહોંચી ગયો છે. આ નર ડિસેમ્બર 2018 પછી જોવાયો નથી

ગુજરાતમાં આ પક્ષી લુપ્ત થવાની આરે છે. આ નર ગુજરાતમાં ગ્રેટ ઈન્ડીયન બસ્ટર્ડની જાતિ માટે ઉપયોગી છે. જો કોઈ સંજોગોમાં આ નર પરત નહીં ફરે તો રાજસ્થાનથી નવા નરને ગુજરાતમાં લાવવો પડશે.

સોન ચકલીને એક સમયે મોરની સાથે રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવાની માંગ કરાઈ હતી અને સોન ચકલી એ રેસમાંથી આઉટ થઈ ગઈ હતી. ભારતીય વન્ય જીવન સંસ્થાન અનુસાર દેશમાં 150 સોન ચકલી રહી ગઈ છે.150માંથી 120 સોન ચકલી જોધપુરમાંથી મળી આવી છે. સોન ચકલીનો દેખાવ શાહમગૃ જેવો હોય છે. તે અંદાજે એક મીટર લાંબી અને 10થી 15 કિલો વજન ધરાવે છે. લોકોને એને સોન ચકલી હુકના અને ગુરાયીન તરીકે પણ ઓળખાવે છે. રાજસ્થાનમાં એને ગોડાવણ અને ત્યાંનું રાજપક્ષી પણ કહે છે.