વીડિયો: ડોનેટ લાઈફ દ્વારા સુરતમાં બીજી વખત થયું ફેફસાનું દાન, 23મું હૃદય દાન

સમાજમાં એનક પ્રકારના દાનવીરો હોય છે પણ જે પોતાના શરીરના અંગોનું દાન કરી અન્યને નવજીવન આપે છે તે માનવી ખરેખર ફરિશ્તો બની જાય છે. દેવદૂત તરીકે આવેલા આવા માનવીઓ અને તેમની સાથે સુરતના નિલેશ માંડલેવાલા દ્વારા અનેકને નવજીવન મળ્યા છે.

સુરતમાં નિલેશ માંડલેવાલા દ્વારા ચલાવાતી ડોનેટ લાઈફ સંસ્થાએ આજે વધુ એક નવજીવન આપવાનું કામ કર્યું છે.

જૂઓ વીડિયો…

પાછલા કેટલાક વખતથી બ્રેઈન ડેડ થઈ ગયેલા 54 વર્ષીય કિરણબેન કલ્પેશભાઈ લાકડાવાળાના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. કિરણબેનના પરિવારજનોએ સંમતિ આપી હતી. કિરણબેનના ફેફસા અને હૃદયને સુરતથી મુંબઈ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

સુરતમાં બાપ્સ હોસ્પિટલમાં અંગદાનની વિધિ કરવામાં આવી હતી અને મુંબઈના મુલુંડની ફોર્ટીસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીમાં ફેફસા અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આમ સુરતમાંથી બીજી વાર ફેફસાનું અને 23મી વાર હૃદયનું દાન કરવામાં આવ્યું હતું.